Vadodara

આવતી કાલે કાળી ચૌદસ જીવનની અનિષ્ટતા, કુદ્રષ્ટિઓ દૂર કરવાનો દિવસ…

આવતી કાલે કાળી ચૌદસ છે કાળી ચૌદસને નરક ચતુર્દશીને કે રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે આજના દિવસનું એક વિશિષ્ટ મહત્વ છે મનુષ્ય જીવનની અનિષ્ટતા ઉપદ્ર ક્લેશ ચિંતા ભય પીડાની નિવૃત્તિ માટે આજના દિવસે કરેલું કર્મ એ લાભદાયી છે ખાસ કરીને આજના દિવસે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ હનુમાનજીની ઉપાસના કરવાથી કુદ્રષ્ટિઓ અનિષ્ટતાનો નાશ થાય છે ખાસ કરીને આજના દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ સાથે સાત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને જાતકને ભય માંથી મુક્ત કરે છે.

કાળી ચૌદસ એ રુપ ચતુર્દશી તરીકે પણ ઉજવાય છે રૂપ ચતુર્દશી એટલે કાજળનું આંજણ કરવું જેથી ખરાબ નજરો થી બચી શકાય.
આ દિવસે *ૐ હું હનુમતે નમઃ આમંત્ર ની એક માળા કરવી સાથે *રીમ કાલીકાયે નમ:* મંત્ર ની એક માળા કરવી લાભકારી રહે.વિશેષ કરી આજના દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે આજ ના દિવસે ખાસ કરીને અનિષ્ટ શક્તિઓ જાગૃત હોય એવી માન્યતા છે અને તે સાચી પણ છે માટે ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો એ રસ્તાઓ વિચારીને ઓળંગવા જોઈએ શક્ય હોય તો ઈશ્વરનું નામ મનમાં લેવું લાભ કારી રહે શક્ય હોય તો માતાઓ અને બહેનો એ આજ ના દિવસે ખુલ્લા વાળ ન રાખવા જોઈએ એ પોતાના અને પરિવાર ના રક્ષણ માટે શ્રેષ્ઠ

જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી

Most Popular

To Top