ગુજરાત સહિત વડોદરા શહેરમાં વરસાદે વિદાય લીધી છે છતાં પાલિકાni નબળી કામગીરીના કારણે શહેરમાં ભૂવા પડવાનું ચાલુ છે. આજે સવારે અકોટા કળશ સર્કલ પાસે મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડ્યો હતો. નોંધનીય છે કે, આજે જ્યાં ભૂવો પડ્યો હતો તેની નજીકમાં જ એટલે કે ગાય સર્કલ પાસે એક મહિના પૂર્વે ભૂવો પડતા પાલિકાની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો.
શહેરના અકોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડયો છે. શહેરના અકોટા ગાય સર્કલ ની આગળ કળશ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડયો છે . એક મહિના પૂર્વે હવેલીની નજીક પણ મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો. આ અંગે સ્થાનિક વેપારીઓ અને રહીશોએ તંત્રને જાણ કરી હતી. વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા મુખ્ય માર્ગ પર ભૂવો પડવાને કારણે વાહન ચાલકોએ પણ સાવચેતી રાખવાની જરૂર પડી હતી. ભૂવો પડતાંની સાથે સાવચેતીના ભાગ રૂપે ત્યાં આડશ મૂકી દેવામાં આવી હતી. મુખ્ય માર્ગ પર ભૂવો પડવાના કારણે વાહનચાલકોને પણ જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે.
આ પહેલાં ગાય સર્કલ પાસે ભૂવો પડયો હતો અને પાલિકા દ્વારા પુરાણ કરી વાહન વ્યવહાર માટે ગાય સર્કલ પાસેનો રોડ પુનઃ શરૂ કરાયો હતો. આજે મહિના પહેલાં પડેલા ભૂવા નજીક ફરી મસ મોટો ભૂવો પડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ લોકો મજબૂરીમાં ભૂવા નજીકના રોડ પરથી જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. રોજ નવા ભૂવા પડવાથી પાલિકા તંત્ર પર લોકોનો રોષ જોવા મળે છે.
આ ભુવો એટલો મોટો છે જેમાં એક કાર પણ સમય જાય. લોકોએ તંત્રની કામગીરી પર સવાલો ઉપાડ્યા હતા. વરસાદે વિદાય લીધા પછી પણ વડોદરા શહેરને એક તરફ સુંદર બનાવવા માટે તાલીકા તંત્ર રાત દિવસ એક કરી નાખે ત્યારે બીજી તરફ વડોદરામાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.