Dahod

દાહોદ: ઇન્ચાર્જ જેલ અધિક્ષક રૂ.૩ હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ ગયા



દાહોદ તાલુકાના ડોકી ગામે આવેલ સબજેલમાં ફરજ બજાવતાં ઈન્ચાર્જ જેલ અધિક્ષક દ્વારા એક વ્યક્તિના જામીન મંજુર કોર્ટમાં થયા બાદ સેબજેલનો શેરો મારવો જરૂરી હોય આ ઈન્ચાર્જ જેલ અધિક્ષક દ્વારા રૂા. ૧૦ હજાર પૈકી બાકીના રૂા.૩ હજારની લાંચ લેતાં પંચમહાલ એસીબીના હાથે ઝડપાઈ જતાં દિવાળીના તહેવાર ટાળે પોલીસ તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

દાહોદ જિલ્લામાં એકપછી એક અનેક મસમોટા કૌંભાંડોની ભરમાર તો બહાર આવી જ રહી છે. તેની સાથે સાથે મર્ડર, રેપ સહિતના બનાવો પણ વધવા માંડ્યાં છે ત્યારે તેની સાથે સાથે હવે લાંચીયા અધિકારીઓની પણ ભરમાર હવે ચાલુ થઈ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લો હવે ગુન્હાહીત પ્રવૃતિઓ તેમજ ક્રીમીનલ વિસ્તાર તરીકે આગળ વધી રહ્યો હોય તેમ કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. કારણે કે, દાહોદ જિલ્લામાં હવે કાયદો અને વ્યવસ્થા જાણે મરી પરવારી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આમ પણ દાહોદ જિલ્લાનો વેપાર, ધંધો તો ભાંગી પડ્યો છે. હવે માત્ર સરકારી બાબુ તેમજ રાજકીય પક્ષોના ઈશારે જાણે સમગ્ર દાહોદ જિલ્લો ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજના લાંચના એક બનાવને પગલે દિવાળીના તહેવાર ટાળે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લાના પોલીસ બેડા, સરકાર તંત્ર તેમજ જિલ્લાભરમાં ચકચાર મચાવી મુકી છે. લાંચના આ બનાવમાં એક જાગૃત નાગરિકના તથા તેના ભાઈની દાહોદ ખાતે નોંધાયેલ ગુનાના કામે ધરપકડ થઈ હતી. જેમાં જાગૃત નાગરિક અને તેના ભાઈને તા.૦૪.૧૦.૨૦૨૪ના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી જાગૃત નાગરિકના ભાઈના જામી મંજુર થયાં હતાં જેમાં દાહોદના ડોકી સબજેલનો શેરો મરાવવનો જરૂરી હોઈ જાગૃત નાગરિકએ દાહોદના ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયાં હતાં ત્યારે દાહોદના ડોકી ગામે સબ જેલમાં ઈન્ચાર્જ જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવતાં ફિરોજખાન સમસુદ્દીન મલેકદ્વારા જાગૃત નાગરિકને જણાવ્યું હતું કે, તમારા ભાઈના જેલ મુક્ત કરવાના રૂા.૧૦ હજડાર આપવા પડશે, તેમ જણાવ્યું હતું અને જાગૃત નાગરીક પાસે જેતે સમયે રૂા.૭ હજાર હતાં તે તેમણે આપી દીધાં હતાં બાકીના રૂા.૩ હજાર જાગૃત નાગરિકએ તા.૨૮.૧૦.૨૦૨૪ના રોજ આફવા જણાવ્યું હતું ત્યારે જાગૃત નાગરિક આ લાંચની રકમ રૂા.૩ હજાર આપવા માંગતા ન હોય તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો ત્યારે આ અંગેની જાણ પંચમહાલના એસીબી વિભાગના ટ્રેપીંગ અધિકારી આર.બી. પ્રજાપતિ સહિત તેમની ટીમે દાહોદના ડોકી ગામે સબ જેલ ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. અને દાહોદના ડોકી ગામના સબ જેલના ઈન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન સમસુદ્દીન મલેક જાગૃતિ નાગરિક પાસેથી લાંચની રકમ સાથે એસીબી પોલીસના હાથે લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતાં.

આ સંબંધે એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————————–

Most Popular

To Top