Dahod

દાહોદ: નકલી એનએ પ્રકરણમાં કલેક્ટર દ્વારા મહિલા સહિત ૧૪ વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ



દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં એક પછી એક પોલીસ ફરિયાદોનો દૌર ચાલુ છે , ત્યારે વધુ એક ફરિયાદ ખુદ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા મહિલા સહિત ૧૪ વ્યક્તિઓ વિરૂધ્ધ નોંધાંવાતાં દિવાળીના તહેવાર ટાળે ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ચાર દિવસ પહેલા દાહોદના પ્રાંત અધિકારી સહિત ત્રણ સરકારી કર્મચારીઓ દ્વારા બનાવટી દસ્તાવેજાે તેમજ પ્રિમીયમની ચોરી કરી સરકારી તિજાેરીને નુકસાન પહોંચાડવા સબબ અલગ અલગ ત્રણ પોલીસ ફરિયાદોમાં ૩૩ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ વધુ એક ફરિયાદ ખુદ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ મથકે દાખલ કરવામાં આવતાં દિવાળીના તહેવાર ટાણે ભુમાફિયાઓમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. જેમાં દાહોદમાં બિનખેતીના ખોટા હુકમો બનાવડાવીને તેનો સાચા તરીકે દાહોદ કલેકટર કચેરી ખાતે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડનારા દાહોદના સાત મહિલા સહિત કુલ ૧૪ જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના કૃષ્ણકાંત દુર્લભદાસ ગાંધી, નૂરજહાં અસલામ પટેલ, ભારતીબેન કૃષ્ણકાંત ગાંધી, રાજેશ કુમાર કૃષ્ણકાંત ગાંધી, બિલાલ વલીભાઈ પટેલ, સઈદ વલીભાઈ પટેલ, ફિરોજ વલીભાઈ પટેલ, રુકસાના વલીભાઈ પટેલ, નૂરજહાં વલીભાઈ પટેલ, ફાતેમા સલીમ પટેલ, તૌફીક સલીમ પટેલ, હીના સલીમ પટેલ, નરગીસ સલીમ પટેલ તથા જાદરખા રાજબખા બેલીમ એમ કુલ ૧૪ જણાએ તારીખ ૧૯-૧૧-૧૯૭૪ થી તારીખ ૩-૪-૨૦૧૮ ના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી ફરિયાદમાં કોષ્ટકમાં જણાવેલ બીન ખેતીના હુકમો ખોટા બનાવટી બનાવી અને તે હુકમો બનાવટી હોવાનું પોતે જાણતા હોવા છતાં તે બનાવટી હુકમોનો સાચા હુકમો તરીકે દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે ઠગાઈ તથા વિશ્વાસઘાત કર્યો હતો. આ સંબંધે દાહોદ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી આરએચ શેખે દાહોદ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે દાહોદના સાત મહિલા સહિત કુલ ૧૪ જણા વિરુદ્ધ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૩૪,૧૨૦(બી) મુજબ ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

——————————-

Most Popular

To Top