આજવા રોડ પર ઉદ્યોગપતિ પરિવારને બંધક બનાવી હથિયારધારી લૂટારુઓએ રુ.11.75 લાખની લૂંટ ચલાવી હતી
ક્રાઈમ બ્રાન્ચે લૂંટને અંજાર આપનાર મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને ખોડીયારનગર વિસ્તારમાંથી દબોચ્યા
પ્રતિનિધિ વડોદરા તારીખ 28
સરદાર એસ્ટેટ ખાતે આવેલી ક્લાસ કંપનીમાં નોકરી કરતા કીશનવાડીના યુવકને બોનસ બાબતે ઉદ્યોગપતિ સાથે તકરાર થતા નોકરી છોડી દીધી હતી. તેણે અજય મારવાડી ને ઉદ્યોગપતિના મકાનમાં લૂંટ કરવા માટેની ટીપ્સ આપી હતી. ત્યારબાદ અજય મારવાડીએ રીઢા સીકલીગર આરોપીઓને સાથે રાખીને ઉદ્યોગપતિના મકાનમાં મોડીરાત્રીના સમયે રૂપિયા 11.75 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આઠ દિવસમાં જ લૂંટારૂ ટોળકી ના પાંચ સાગરિતને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચાંદીના દાગીના રીક્ષા ચોરીના હથિયારો બે મોબાઈલ સહિત 2.40 લાખના મુદ્દામાલ રિકવર કર્યો છે.
વડોદરા શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટમાં ગ્લાસ ની કંપની ધરાવતા ઉદ્યોગપતિ નવજીવન સોસાયટીમાં રહે છે. 30 ઓક્ટોબર ના મોડી રાત્રિના સમયે નવજીવન સોસાયટીમાં મકાનમાં ઉદ્યોગપતિ સહિત પરિવાર ઊંઘી રહ્યો હતો. તે દરમિયાન પાંચ કેટલા લુટારુ ચાકુ સહિતના હથિયારો સાથે ઘરમાં ધસી આવ્યા હતા. હથિયારની અણીએ પરિવારને બંધક બનાવ્યા બાદ તેઓએ પહેરેલા તેમજ તિજોરીમાં મુકેલા ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 11.75 લાખ રૂપિયાની સનસનાટી ભરી લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની સહિતની ટીમો દ્વારા છેલ્લા સાત આઠ દિવસથી લૂંટારો ટોળકીને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોરસીસ તથા સીસીટીવી ફૂટેજ ના આધારે લૂંટારોની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન આજવા રોડ પર એકતા નગરમાં રહેતા લૂટ ગરફોર ચોરી સહિતના વિવિધ ગુનામાં સંડોવણી ધરાવનાર અજય મારવાડી તથા રીક્ષા ચાલક રાહુલ સોલંકી ને ક્રાઈમ બ્રાન્ચ શકમંદ તરીકે જણાયા હતા. દરમિયાન આ બંને જણા રિક્ષામાં બેસી ખોડીયાર નગર પાંજરાપોળ તરફથી આવતા પોલીસને જોઈને તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંનેને દબોચી લીધા હતા. તેઓની પૂછપરછ કરતા અજય મારવાડી કિશનવાડી ખાતે રહેતા મિત્રો પાસેથી મળેલી ટીપના આધારે લુંટનો પ્લાન કર્યો હતો.જેમાં કિશનવાડી ખાતે રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ભોલો પરમાર ની ઉદ્યોગપતિ ગ્લાસ કંપનીમાં નોકરી કરતો હતો અને દિવાળીના બોનસ ને લઈને ઝઘડો થતા નોકરી છોડી દીધી હતી. જેથી તેણે અજય મારવાડી ને લૂંટ કરવા માટેની ટિપ્સ આપી હતી. અજય મારવાડીએ, રાહુલ સોલંકીની રિક્ષામાં જઈને અન્ય સીકલીગર રીઢા આરોપી જશપાલસિંઘ મલિન્દરસિંઘ, અજય સિંહ અને આજા સિંગ સાથે મળીને ઉદ્યોગપતિના ઘરમાં લૂટને અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા બાદ તેઓ સયાજીપુરા એપીએમસી પાસે ઇકો કાર બિનવારસી છોડીને રાહુલ સોલંકી ની રિક્ષામાં સાવલી તરફ ગયા હતા અને લૂંટના મુદ્દામાલની કરી હતી. જેમાં સોનાના દાગીના સિકલીગર આરોપીઓ લઈને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓ અંગ જડતી તથા રિક્ષામાં તપાસ કરતા છરી, ચાકુ, ડીસમીસ ચાંદીના દાગીના, રીક્ષા અને બે મોબાઈલ મળી રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.