Vadodara

વડોદરા કોંગ્રેસના નેતાઓની પોલીસે ધરપકડ કરી

પ્રધાન મંત્રી મોદીને રજુઆત મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ નેતા,પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવતની તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી હતું. કૉંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, દુષ્યંત રાજપુરોહિત ,હાર્દિક અમોદિયા, તરુણ ઠક્કર,નબી પઠાણ, દિનેશ લિંબાચિયા, હસમુખ પરમાર, આઝમખાન પઠાણ,સંતોષ મિશ્રા,ઇસ્માઇલ ચાચા, ગુપ્તાજી, ઘનશ્યામ પટેલની પણ ધરપકડ કરી હતી. અમી રાવતે ભયાનક પુર ની બાબતે થયેલી તારાજીમાં રાહત પેકેજ અને પુર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના વહીવટ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.



નરેન્દ્ર રાવત- અમી રાવત ના ઘર નીચે ગઈકાલથી જ કડક પોલસ બંદોબસ્ત રાખ્યો હતો. નજરકેદ હતા તેમ છતાં કાર્યક્રમ કરતાં પોલીસે ધરપકડ કરી હતી

Most Popular

To Top