હોસ્પિટલને કોના આશીર્વાદ ડાયરેક્ટ કનેક્શન આપ્યું , જેનાથી પાણી ઓવરફ્લો થાય છે
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ પાસે યુનિટી હોસ્પિટલમાંથી થતા પાણીના નિકાલને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ પાસે યુનિટી હોસ્પિટલમાંથી છેલ્લા ઘણા સમયથી પાણી છોડવામાં આવે છે. આ પાણીનો નિકાલ ન થવાથી સ્થાનિકોને અવરજવર માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે . સ્થાનિક દિનેશ રાઠવાનું કહેવું છે કે રોજ રોજ મોટી માત્રામાં આ હોસ્પિટલમાંથી પાણીનો નિકાલ રોડ પર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અવરજવર કરનાર લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ પાણીના નિકાલના કારણે કિચડ પણ થઈ જતો હોય છે અને રોડ પર પાણી પણ ભરાઈ જતા હોય છે જે બાબતે હોસ્પિટલમાં અનેકવાર કહેવામાં આવ્યું છે. રજૂઆતો કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. કોઈ નેતા કે મોટા અધિકારીના આશીર્વાદ હોય એમ આ હોસ્પિટલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેઓની આ મામલે તપાસ થવી જોઈએ અને પાણીનો યોગ્ય રીતે નિકાલ ન કરતા બાબતે ધ્યાને રાખી તંત્ર કાર્યવાહી કરે એવી માગણી કરી છે.
દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતુકે માંજલપુર વિસ્તારના યુનિટી હોસ્પિટલમાં અવાર નવાર પાણીનો નિકાલ રસ્તા પર કરવામાં આવે છે. હોસ્પિટલનું કહેવું છે કે આ બોરિંગનું પાણી છે. જે બહાર નીકળે છે.અમે તપાસ કરતા આ બોરિંગનું પાણી નથી કોર્પોરેશનનું પાણી છે. જે આ જગ્યાએથી 24 ની લાઇન જાય છે એમાંથી કનેક્શન હોસ્પિટલને આપવામાં આવ્યું છે. આ યુનિટી હોસ્પિટલ હાલમાં બંધ છે અને આ હોસ્પિટલમાંથી એટલી હદે પાણી બહાર કાઢવામાં આવે છે કે જેનાથી કાદવ કીચડ જેવો માહોલ થઈ જાય છે. આવવું જવું પણ મુશ્કેલ બને છે. કેટલાય લોકોની ગાડી સ્લીપ પણ થઈ ગઈ છે. કોઈ મોટો અને ગંભીર બનાવ બને એનો જવાબદાર કોણ.? પાણીના જે કંઈ પણ કનેક્શન હોસ્પિટલને આપેલા હોય તેમનો વપરાશ તંત્ર ઓછો કરાવે અથવા વાલ્વબેસાડી યોગ્ય પગલા લે. આ કનેક્શન હોસ્પિટલને ડાયરેક્ટ આપવામાં આવ્યું હોય એવું અમને દેખાઈ આવે છે. તાત્કાલિક ધોરણે તંત્ર કોઈ પગલા લઈ આ તપાસ કરી યોગ્ય પગલાં લે આ વિસ્તારમાં પાણી ભરાવાથી પાણીજન્ય રોગો અને મચ્છરોનું ઉત્પાદન પણ થાય છે જેના કારણે ગંદકી અને બીમારીઓને આમંત્રણ આપતા હોય તેમ દેખાઈ આવે છે . તંત્ર તપાસ કરી યોગ્ય પગલાં લે અને આ પાણીનો નિકાલ રોડ પર ન થાય તેના માટે ધ્યાન આપવું જોઈએ એવી અમારી માંગ છે.