Vadodara

વડોદરા : ચડ્ડી બનીયાન ધારણ કર્યા બાદ ઘરફોડ ચોરીને અંજામ આપતી માતવા ગેંગ ઝડપાઈ…

ક્રાઈમ બ્રાન્ચે ગોત્રી રોડ વિસ્તારમાં ઝૂંપડામાં ઊંઘી રહેલા ચાર સાગરીતોને દબોચી લીધા, સોના ચાંદીના દાગીના સહિત 4.66 લાખ નો મુદ્દામાલ રીકવર..


છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર અને જિલ્લાના વિસ્તારોમાં ચડ્ડી બનીયાન ધારણ કર્યા બાદ ઘરફોડ ચોરીને અંજામ આપતી દાહોદની માતવા ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ગોત્રી વિસ્તારમાંથી ઝડપી પાડી છે. મોડી રાત્રિના સમયે ક્રાઈમ બ્રાન્ચે ઊંઘતી હાલતમાં જ ગેંગના ચાર સાગરિતોને દબોચી લીધા હતા. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત 4.66 લાખનો મુદ્દામાલ રિકવર કરી ક્રાઈમ બ્રાન્ચે 11 ઘર ફોડ ચોરીના ભેદને ઉકેલી નાખ્યો છે.
વડોદરા શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચડ્ડી બનીયાન ધારી ટોળકી આતંક મચાવ્યો છે. મોડી રાત્રિના સમયે ચડ્ડી અને બન્યન તથા મોઢા પર રૂમાલ બાંધી વિવિધ વિસ્તારોમાં ચોરી કરવાના ઇરાદે આવે છે. જેને લઈને સ્થાનિક લોકોમાં પણ એક પ્રકારનો ભયનો માહોલ ફેલાયો છે. લોકો રાત્રિના ઉજાગરા કરી પોતાના ઘર પરિવાર તથા મોહલાની તેમજ સોસાયટીની રખેવાળી કરવા મજબૂર બન્યા છે. ત્યારે ચડ્ડી બનીયાન ધારી ટોળકીને ઝડપી પાડવા માટે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ છેલ્લા ઘણા દિવસથી વર્કઆઉટ શરૂ કર્યું હતું. જે વિસ્તારોમાં ઘર ફોડ ચોરીના બનાવો બન્યા છે તે વિસ્તારની ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ સહિતની ટીમે મુલાકાત લીધી હતી અને અહીંયા ચોરીને અંજામ આપનાર ટોળકીની સીસીટીવી ફૂટેજ ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા પણ સાંભળી છે. તપાસ દરમિયાન શહેરમાં ચોરી કરવા માટે આવતી ટોળકીએ માતવા ગેંગ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેંગ રાત્રીના સમયે ચડ્ડી બની નો વેજ ધારણ કરીને આરતી અને ચોરીને અંજામ આપ્યા બાદ છેવાડના વિસ્તારોમાં અંધારામાં રોકાણ કરી છુપાઈ જતી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આ માતવા ગેંગના સાગરીતોને શોધવા તજવીજ શરૂ કરી હતી દરમિયાન ગઈકાલે પછી ઓક્ટોબરના રોજ માહિતી મળી હતી કે ઘર ફળ ચોરી કરતી માતવા નો મુખ્ય સૂત્રધાર સુનિલ વહોનિયા (રહે માતવા જીલ્લો દાહોદ) તેના સાગરી તો સાથે દિવાળીના તહેવારમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો છે અને ગોત્રી રોડ ન્યુ અલકાપુરી પુષ્પમ ટેનામેન્ટ પાસે ના ઝૂંપડામાં રોકાયો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તાત્કાલિક બાતમી મુજબના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ચોપડામાં આરામ કરી રહેલા માપવા ગેંગના સાગરીતો સુનિલ નારસિંગ વોહોનીયા, નિલેશ રેવલા મકવાણા (રહે માતવા તવા જીલ્લો દાહોદ), પપ્પુ જવસિંગ તડવી (રહે કંબોઈ ગામ તાલુકો લીમખેડા, જીલ્લો દાહોદ), સુખરામ દેવા વડવી (રહે ચીલાકોટા ગામ તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચાર મોબાઇલ, સોના ચાંદીના દાગીના 4.14 લાખના અને બીજા રોકડા મળી કુલ 4.66 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

અગાઉ પણ લૂંટ અને ઘર ફોડ ચોરીના ગુનાઓમાં આરોપીઓ પકડાયા હતા
દાહોદ જિલ્લાના માતવા ગામે રહેતા સાગરીતોએ ભેગા મળીને ચોરી કરવા માટે માતવા ગેંગ બનાવી છે. જે ગેંગ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા ઘણા સમયથી આતંક મચાવ્યો છે. આ ગેંગે ગોત્રી માંજલપુર લક્ષ્મીપુરા છાણી નંદેશરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તાર સહિત 11 જગ્યા પર ચોરી ને અંજામ આપ્યો હતો. આ માતવા ગેંગના સાગરીતો વિરુદ્ધ લુટ ભરપૂર ચોરી સહિતના માંજલપુર હરણી અને મોરવાહડપ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયેલા છે તેમજ અગાઉ પકડાયા પણ હતા.

માતવા ગેંગની ચોરી કરવાની શું છે મોડસ ઓપરેન્ડી
ચડ્ડી બનિયાન ધારણ કરીને મોડી રાત્રિના સમયે ઘરપુર ચોરીને અંજામ આપતી આ માતવા ગેંગ વડોદરા શહેરના છેવાડે આવે લી સોસાયટીઓ અને બંગ્લોઝને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપતી આવી છે. જે મકાનમાં ઘરફોળ ચોરી કરવાનું નક્કી કર્યું હોય તે સોસાયટીના નજીકના ઝાડી વિસ્તારમાં જઈને આ ગેંગ ના સાગરીતો પહેરેલા પેન્ટ અને શર્ટને કમરમાં બાંધી ચડ્ડી બનીયાર નો પોશાક ધારણ કરી લેતી હતી ત્યારબાદ ચોરી દરમિયાન કોઈ વ્યક્તિ આવી જાય તો તેને ડરાવવા માટે તેમજ પકડાઈ ન જાય તેના માટે આરોપીઓ તેઓના શરીર એ બાંધેલા કપડાઓમાં પથ્થરો બાંધી રાખતી હતી. આ ટોળકી ડરાવવા માટે પોતાની સાથે રાખેલા પથ્થરોથી હુમલો પણ કરતી હતી.

Most Popular

To Top