Vadodara

પ્રધાનમંત્રીના કાર્યક્રમ સમયે આ માર્ગ પર જઈ શકાશે નહિ

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ જનતાને ટ્રાફિક મુશ્કેલી ન પડે માટે વૈકલ્પિક રૂટ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ

વડોદરા તા.26

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સ્પેનના પીએમ પણ વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમમા હાજરી આપવા માટે પધારવાના છે. ત્યારે વડોદરા શહેરના પાલિકા તથા પોલીસ તંત્રએ પીએમના આગમન માટેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. ત્યારે હવે પીએમના રૂટ ને લઈને લોકોને અગવડતા ટ્રાફિક દરમિયાન ન પડે તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ, નો એન્ટ્રી અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાંચેજ 27 અને 28 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના આઈ ટી સી વેલકમ હોટલ અલકાપુરી તથા સાંઇદીપનગર ખાતે ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે મહેમાન નવાજી માણવા માટે આવી રહ્યા છે. ત્યારે પોલીસ અને પાલિકા નું તંત્ર છેલ્લા ઘણા દિવસથી આગમનની તૈયારીઓમાં જોતરાઈ ગયું હતું. વડાપ્રધાનની સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પણ પોલીસ તંત્ર કરી લીધી છે. ત્યારે હવે એસપીજી એ પણ પીએમની સુરક્ષાની જવાબદારી નો હવાલો મેળવી લીધો છે. વડાપ્રધાન મોદી અને સ્પેનના પીએમ એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ આઇટીસી વેલકમ હોટલ,અલકાપુરી આવશે. ત્યારબાદ આઇટીસી વેલકમ હોટલથી નિકળી જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર, એરપોર્ટ સર્કલથી ન્યુ વી.આઇ.પી રોડ સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાઇદીપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નિકળી, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જુનાવુડા સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા રેલ્વે હેડ કર્વાટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેઇનગેટ ત્રણ રસ્તા, લક્ષ્મી વિલાસ પેલેસ ગેટથી પ્રવેશ કરી વક્ષ્મીવિલાસ પેલેસ આવશે.સંજોગોવસાત લક્ષ્મીવિવાસ પેલેસથી નિકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ ફતેગંજ સર્કલથી પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપરજી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ વેલકમ હોટલ આવશે. ત્યારબાદ વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જવાના છે‌. આ પ્રસંગે જાહેર જનતાને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક યોગ્યરીતે સંચાલન થાય તેવા હેતુથી નો-પાર્કિંગ અને નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની ફરજ પડી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ટ્રાફિક દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે માટે 27ઓક્ટોબર રાત્રે 10થી 3 તથા 28 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું અમલમાં રહેતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે.

Most Popular

To Top