Vadodara

વડોદરા મહાનગર પાલિકાની ડોર ટુ ડોર કચરા ગાડીઓ અચાનક થંભી ગઈ…



કોન્ટ્રાક્ટ પરના સફાઈ કર્મીઓ બોનસ ની માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા


વડોદરા શહેરના ડોર ટુ ડોરની કચરા એકત્રીકરણની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓની આજે વીજળીક હડતાલ પડી હતી. તેમાં કોન્ટ્રાક્ટર અને ગાડી ચલાવતા મજૂરો વચ્ચે પગારને લઈ બબાલ થઈ હતી. તે બાદ મજૂરો એકત્રિત થઈ હડતાળ પર ઉતરી પડ્યા હતા.

વડોદરા ડોર ટુ ડોર ગાડીઓ ચલાવતા મજૂરો આજ રોજ ભેગા થયા અને 6000 જ પગાર કોન્ટ્રાકટર આપતા હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો . મજૂરોએ જણાવ્યું હતું કે સમયસર એમને પગાર મળતો નથી . અમારો એક પગાર કોન્ટ્રાકટર એમની પાસે જમા રાખે છે. હાલ તહવારો ચાલી રહ્યા છે અને રૂપિયા ક્યાંથી લાવવાના અમને પગાર અને બોનસ બંને જોઈએ એવી અમારી માંગ છે.
આ વાતને લઈ આજે તેઓએ વીજળીક હડતાલ પાડી હતી. જેથી કોન્ટ્રાક્ટર એ મજૂરોને સમજાવવાનો પ્રયત્ન કરતા તેઓ સમજ્યા નહિ અને તમામ ડોર તો ડોર કચરાની ગાડીઓ બંધ કરી હડતાળ પર ઉતરી ગયા .

મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે પગાર અને બોનસ માટે વાત થઈ હતી . પરંતુ કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે તમે હડતાલ ના કરો હું તમને 10 વાગે રૂબરૂ મળું છું. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે તમામ કર્મચારી સવારે 7 વાગે ગાડી લઈ ડોર તું ડોર કચરો લેવા નીકળી જાય છે .10 વાગે કોઈ માં મળે એ કોન્ટ્રાકટર ને ખબર છે તેમ છતાં 10 વાગે મળવા આવવાનું કહે છે. કોન્ટ્રાકટર એમને ગોળ ગોળ ફેરવી છે.
ડોર ટુ ડોર કચરો ઉપાડતા કોન્ટ્રાક્ટના કર્મચારીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વખતે એટલે કે 2019માં એમને કહેવામાં આવ્યું હતું કે મહામારીના કારણે તમને બોનસ નહિ મળે. અમે પણ માનવતા બતાવી અને મહામારીના સમયમાં બોનસની માંગણી કરી નહતી. પરંતુ ત્યારથી અત્યાર સુધી અમને બોનસ આપવામાં આવતું નથી . પગાર પણ અમારો સમયસર મળતો નથી. જેના કારણે મને ખૂબ તકલીફ પડે છે. અમારૂ પીએફ જેવું પણ કાઈ કપાતું નથી બીજી કોઈ સુવિધા પણ મળતી નથી. અમારી માંગ છે એમને સમય સર પગાર મળે અને બોનસ જોઈએ . તો જ અમે કામ કરીશું.

Most Popular

To Top