Vadodara

આત્મહત્યા કરનાર બિલ્ડરના પત્નીએ લાશનું પી.એમ.કર્યા વિના લાશ સોંપવા રજૂઆત કરી…

સુભાનપુરામા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરનાર બિલ્ડરના પત્નીએ લાશનું પી.એમ.કર્યા વિના લાશ સોંપવા રજૂઆત કરી

શહેરના સુભાનપુરા વોર્ડ નં.10સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનેલ મકાનના છઠ્ઠા માળેથી ઝંપલાવીને ગત22ઓક્ટોબરે આધેડ બિલ્ડરે આત્મહત્યાકરી હતી

મૃતકના પત્નીએ કોઇપણ વ્યક્તિ પર શંકા ન હોવાનું જણાવ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા.25

શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગત તા.22મી ઓક્ટોબરે સાંજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરનાર આધેડ બિલ્ડરના મૃતદેહને તેમના પત્નીએ ઓળખી બતાવી પોસ્ટમોર્ટમ વિના મૃતદેહને અંતિમવિધિ માટે પોતાને સોંપવા લેખિતમાં માગણી કરતાં ગોરવા પોલીસે એસ.એહ.જી.હોસ્પિટલમાં પત્ર લખી આગળની કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વોર્ડ નં.10 ની ઓફીસ સામેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના છઠ્ઠા માળેથી ગત તા.22ઓક્ટોબરે સાંજે એક આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી તાત્કાલિક તેઓની માહિતી ન મળતા પોલીસે અજાણ્યા વ્યક્તિ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ના કોલ્ડરૂમમા મૂકાવ્યો હતો ત્યારબાદ મૃતકની ઓળખ છતી થઇ હતી જેમાં તેમનું નામ અનિરુદ્ધ સત્યનારાયણ તોદી હોવાનું તથા તેઓની ઉમર 57 વર્ષ રહે. એ-17, પંચવટી, આમ્રકુંજ પાસે, ગોરવાના હોવાનું બહાર આવ્યું હતું તેઓના પત્ની પણ બિમાર હોય તથા પુત્ર વિદેશમાં હોવાથી મૃતકના પરિવારની સમતિની રાહ જોવાતી હતી ત્યારે મૃત્યુ આધેડ બિલ્ડરના પત્ની બ્રીજબાલા અનિરુદ્ધ તોદી (ઉ.વ.54) ને બોલાવી કોલ્ડરૂમમા મૂકેલ મૃતદેહ બતાવતા તેમણે બોડી પોતાના પતિની હોવાનું ઓળખી બતાવ્યું હતું તથા તેમણે પોલીસ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે, તેમના પતિએ આત્મહત્યા કરી છે તેમાં તેઓને કોઇના પર કોઇ શંકા નથી કે આ આત્મહત્યા પાછળ કોઇ જવાબદાર નથી જેથી તેમણે તેમના મૃતક પતિનું પોસ્ટમોર્ટમ કરાવવામાં ન આવે અને તેમની અંતિમવિધિ માટે બોડી પોતાની જવાબદારી પર લ ઇ જવાનું લેખિતમાં જણાવ્યું હતું સાથે જ તેમણે ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં પણ પોતાના મૃતક પતિના કોઇ કાગળ કે તપાસ રિપોર્ટ એસ.એસ.જી.હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનમાં થી નહીં માગીએ જેના આધારે ગોરવા પોલીસના અધિકારી દ્વારા એસ.એસ.જી.હોસ્પિટલના કેજ્યુલટી મેડિકલ ઓફિસર ને પત્ર લખી લાશનું પોસ્ટમોર્ટમ કર્યા વિના પરિવારને મૃતદેહ સોંપવા રજૂઆત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top