Vadodara

વડોદરામાં હવે પીએમની સુરક્ષા માટે એસપીજીના કમાન્ડો મેદાનમાં

પ્રતિનિધિ વડોદરા તા.25

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયારનગર વિસ્તારમાં એરબસના ઉદધાટન પ્રસંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પણ પધારવાના છે. ત્યારે પોલીસ દ્વારા તેમના આગમનને લઇને તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી રહ્યો છે અને તૈયારીઓના આખરી ઓપ પણ અપાઇ રહ્યો છે. ત્યારે પીએમની સુરક્ષાને લઇને એસપીજીની ટીમે વડોદરામાં ધામા નાખ્યા હતા અને કાર્યક્રમ સ્થળ, રોડ શોના રૂટ સહિતના જગ્યા પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ એસપીજીના કમાન્ડોનો કોન્વોય રાજમહેલ રોડ પર પહોંચ્યો હતો.  

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર વિસ્તારમાં એરબસના ઉદઘાટન પ્રસંગમાં વડાપ્રધાન નરેન્દ્ર અને સ્પેનના પીએમ પણ મહેમાન બનવાના છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ અને પાલિકાના તંત્ર દ્વારા પીએમના આગમનને લઇને તમામ તૈયારીઓ લગભગ તૈયારી કરી દેવામાં આવી છે.હાલમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પોલીસનું તંત્ર મોદીના કાર્યક્રમના દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને માટે એડી ચોટીનું ચોર લગાવી સુરક્ષાની તકેદારી માટે કમર કસી રહી છે. મોદીની સુરક્ષામાં માટે કાયમ તૈનાત રહેતી એસપીજીએ ગઇ કાલે 24 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે વડોદરા શહેરમાં ધામા નાખ્યા હતા. એસપીજીના કમાન્ડો દ્વારા પીએમના કાર્યક્રમ સ્થળ, રોડ શો રૂટ પર કેવી તૈયારી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવા માટે 25 ઓક્ટોબરના રોજ નીકળી હતી. ત્યારે એસપીજીના કમાન્ડોનો કોન્વે સવારે ખોડિયારનગર સ્થિત ઉદ્ઘાટન કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્યાં તમામ સ્ટેજ અને પેસેજ સહિતના વિસ્તાર ઉપરાંત રોડ શોટના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કમાન્ડો કોન્વે જ્યાં બંને વડાપ્રધાન મહેમાનગતિ માણવાના છે તેવા લક્ષ્મીવિલાસ પેલેસની પણ વિઝિટ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કર્યા બાદ જે સ્થળ પર વધુ સુરક્ષાની જરૂર છે તેની સુચના પણ પોલીસ અધિકારીને આપી હતી.

Most Popular

To Top