તહેવારો ટાણે આરોગ્ય વિભાગે લીધેલા 15 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર
વડોદરા પાલિકા દ્વારા આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી પખવાડીયા દરમ્યાન શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી પનીર, માવો, આઇસક્રિમ, તેલ, ઘી વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, કેન્ટીન તેમજ રેસ્ટોરન્ટ વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલા નમુનાઓમાં ૧૫ નમુનાઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જે ૧૫ નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા આગામી દિવાળી તહેવાર નીમીત્તે ફુડ સેફ્ટી પખવાડીયા દરમ્યાન શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી પનીર, માવો, આઇસક્રિમ, તેલ, ઘી વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, કેન્ટીન તેમજ રેસ્ટોરન્ટ વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો તેમજ રેસ્ટોરન્ટ વિગેરેમાંથી પનીર, માવો, આઇસક્રિમ, તેલ, ઘી વિગેરેનાં ૧૫ નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયા છે. જે ૧૫ નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે તે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
૧)શ્રી રાઠવા અર્જુન કરસનભાઈ, હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ (સંતુષ્ટી શેક એન્ડ મોર), સાંઇ આર્કેડ, માંજલપુર નાકા,
આઈસક્રિમ (રોઝ પેતલ) (લુઝ) :- સબ- સ્ટાન્ડર્ડ
૨)શ્રી ગીસારામ ચેલારામજી, જય આશાપુરા હલવાવાલા, પ્લોટ નં.૧૦/શ્રી હરી ઇન્ડરસ્ટ્રીયલ એસ્ટેટ, સરદાર એસ્ટેટ.
પામોલીન તેલ:- સબ-સ્ટાન્ડર્ડ
૩)શ્રી ગુરૂપ્રસાદ સાહુ, ન્યુ અલકા રેસ્ટોરેન્ટ, ગોત્રી રોડ
પનીર (લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૪)શ્રી અભીષેક મનોજકુમાર માથુર, સયાજી હોટલ લી. ભીમનાથ બ્રીજ, સયાજીગંજ,
સોફ્ટ મીડીયમ ફેટ પનીર (ગોકલ) (કં.પેક):- સબ-સ્ટાન્ડર્ડ
૫)શ્રી વૈભવ વિજયકુમાર વ્યાસ, રેડી કુડ્સ, દુકાન નં.૩/રોયલ હબ, સેવન ચીઝ મોલ, ફતેગંજ
પનીર (લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૬)શ્રી આદિત્ય પ્રતાપ ચવાણ, ફ્લેવર ઠોર પીટાલીટી, જી.એફ. /૧/૨/૨સ્ટેટશ એન્કલેવ ,આકાશવાણી નજીક, મકરપુરા રોડ.
સોફ્ટ મીડીયમ ફેટ પનીર (ગોકલ) (કે.પેક):- સબ-સ્ટાન્ડર્ડ
૭)શ્રી નીખીલ રમેશ પંચાલ, ઠરીયાલી રેસ્ટોરન્ટ, ૮/૯/૧૦/૧૧/ વૃન્દાવનવીલા, વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ
સંતુષ્ટી પનીર મીડીયમ ફેટ(કં.પેક):- સબ-સ્ટાન્ડર્ડ
૮)શ્રી હરગોવીંદ કેશવલાલ શર્મા, ક્રિષ્ણા સ્વીટ એન્ડ ફરસાણ, બી/૨૪/૨૫/કિષ્ણાપાર્ક સોસાયટી, આજવા રોડ.
મીઠો માવો:- સબ-સ્ટાન્ડર્ડ
૯)શ્રી બીકાસ નેટુ સાહી, મેઘનેમ રેસ્ટોરન્ટ એન્ડ
બેન્કવેટ (લેસર એલી), પ્રથમ માળ, ૮૨-૯૩
/ઓરા રડવેર, પંચવટી ચાર રસ્તા, ગોરવા.
પનીર(લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૧૦)શ્રી અનુપ પ્રદિપ ઘોસા, રાશી કેટરીંગ સર્વીસીસ પ્રા.લી., સેંટ્રલ કીચન, ગોરવા રીફાઇનરી રોડ,ગોરવા
માવો (લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૧૧)શ્રી કૈલાશીબાઈ ભગવાનલાલ, મનમોહન આઈસ્કીમ એન્ડ ડેરી ફાર્મ, એ/33/વાલ્મીકી નગર, ન્યુ સમા રોડ.
માવો (લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૧૨)શ્રી દિલીપકુમાર ચીરંજીલાલ શર્મા, શર્મા ડેરી, એ/૨/વોધાયા ધામ સોસા, ન્યુ રામા રોડ
માવો (લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૧૩)શ્રી કરણસીંગ મોરસીંગ બનજારા, બાબા ફરસાણ, દુકાન નં.૬/આદિત્ય એન્ડલેવ, આજવા રોડ.
માવો :- સબ-સ્ટાન્ડર્ડ
૧૪)શ્રી શ્યામસીંગ, શ્રી રાજેશ સ્વીટ એન્ડ ફરસાણ, અટલાદરા રોડ.
મીઠો માવો (લુઝ):- સબ-સ્ટાન્ડર્ડ
૧૫)શ્રી ભોપાભાઈ રઘુભાઈ ભરવાડ, ક્રિષ્ણા દૂધ ડેરી, જી.એફ.૧૫, સિધ્ધેશ્વર હેપી હોમ, હરણી રોડ,
પીણું:- સબ-સ્ટાન્ડર્ડ
સંતુષ્ટી શેક એન્ડ મોર અને સયાજી હોટેલના નમૂના નાપાસ
By
Posted on