Dahod

દાહોદમાં એનએ કૌભાંડમાં અધિકારીઓ છે ગુનેગાર, અધિકારીઓને બચાવવા ભોળી જનતાનો લેવાઈ રહ્યો છે ભોગ



દાહોદના બહુચર્ચિત ફેક એન.એ. કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેનું મોટું નિવેદન

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત રેવન્યુ સેક્રેટરી અને દાહોદ કલેકટર સહિત એસ.ડી.એમ. સામે ૬૮ લોકોએ અરજી કરી

.

ગુજરાત હાઇકોર્ટમાંથી ફેક એન.એ કૌભાંડનો ભોગ બનેલા પક્ષકારોને હાલ પૂરતી રાહત મળી છે. દાહોદ જિલ્લામાં બહુચર્ચીત ફેક એન એ કૌભાંડની ઝીણવટ ભરી તપાસ બાદ 219 જેટલા શંકાસ્પદ સર્વે નંબરો સામે આવતા એક તરફ તંત્ર દ્વારા એફઆઇઆર માટે તમામ કાગળિયા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. બીજી તરફ મામલતદાર દ્વારા શહેરના ગરબાડા રોડ પર 400 ગુંઠા જેટલી સરકારી ખરાબાની જમીનમાં ૧૫૦થી વધુ દુકાનોના કરાયેલા બાંધકામને દિન સાતમાં દૂર કરવાની તાકીદ કરતી નોટિસ આપવામાં આવતા દુકાનદારો આ મામલે હાઇકોર્ટમાં ન્યાયની ગુહાર લગાવતા ગુજરાત હાઇકોર્ટમાં આજે પ્રથમ હિયરિંગ બાદ દુકાનદારોને 15 દિવસની રાહત મળતા દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો છે અને તેઓને ન્યાયની આશા બંધાઈ છે . આજે તારીખ 23 ના રોજ ગુજરાત હાઇકોર્ટની અંદર દાહોદના કેટલાક વેપારી ભાઈઓ દ્વારા બે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફાઈલ કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં ચુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં એ વસ્તુનું આશ્વાસન આપવામાં આવેલ કે તારીખ 24 ના રોજ જે એમને મામલતદાર સમક્ષ બધી વસ્તુઓની રજૂઆત કરવાની હતી તેમાં તેમને દિવાળી પહેલા ખૂબ મોટી હંગામી રાહત મળેલ છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કોઈ વસ્તુમાં સરકાર દ્વારા ઉતાવળ નહીં કરવામાં આવે અને અરજદારો એટલે કે પક્ષકારો સમય માંગશે અને એ સમયે મર્યાદાએ એમને સમય આપવામાં આવશે અને તમામ પુરાવા અને તમામ વસ્તુ જોયા પછી એક પર્ટિક્યુલર કમ્પ્લુઝન પર પહોંચવામાં આવશે એટલે હાલના તબક્કે 24 તારીખે અને 25 તારીખે જે નોટિસે જવાની વાત હતી. તેને સ્થગિત કરવામાં આવી છે. અને પક્ષકારોને સમય માગવાની વાત પણ કહેવામાં આવી છે. અને તમામ પુરાવા ને લઈને એમને ફરીથી મામલતદાર પાસે જઈને કાયદાકીય નિકાલ કરવાની વાત કરી હતી. હાઇકોર્ટમાં થયેલ સંપૂર્ણ હિયરિંગની અંદર એ અગત્યની અને ખૂબ જ મહત્વની વાત છે કે દાહોદ જિલ્લાના મામલતદારને આ નવ સંપૂર્ણ પક્ષકારોની વાત, કાગળિયા અને તમામ રજૂઆતો જોઈને સંપૂર્ણ મેટરનો કાયદાકીય નિકાલ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top