વડોદરા હવે ભૂવાની નગરી તરીકે પ્રસિદ્ધિ પામી રહી છે, જે આપણા ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેન છે. વરસાદે તો વિરામ લીધો પરંતુ ભૂવા પડવાનું સક્રિય છે.
શહેરના વિવિધ વિસ્તારોના રોડ પર રોજે રોજ નીતનવા ભૂવા પડતા જોવા મળી રહ્યા છે. શહેરમાં રસ્તાઓ ઉપર ભુવા પડવાએ હવે શહેરીજનો માટે કોઈ નવી વાત રહી નથી. આ વર્ષે સૌથી મહાકાય ભૂવો શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એલ એન્ડ ટી સર્કલ પાસે જોવા મળ્યો હતો. તે પહેલા વાઘોડિયા રોડ પર પણ વિશાળકાય ભૂવાએ જન્મ લીધો હતો. ભુવા પડવા એ હવે શહેરની ઓળખ થઈ ગઈ વડોદરા શહેરનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં રસ્તા ઉપર ભૂવાઓ ન પડ્યા હોય. સોમવારે ગોરવા વિસ્તારમાં ભૂવો પડિયો હતો. બે દિવસ અગાઉ બુલેટ ટ્રેન ના પીલ્લર પાસે ભૂવો પડિયો હતો. અને રવિવારે પ્રધાનમંત્રી જે માર્ગ પર રોડ શો કરવાના હોય એજ રોડ પર ભૂવો પડિયો હતો ત્યારે આજે શહેરના મકરપુરા ONGC ના મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. મકરપુરા ONGC રોડ પર મસમોટો ભૂવો જોવા મળ્યો છે. આ ભૂવો એટલો મોટો છે કે આખી ફોર વિલર ભુવા માં સમય જાય. ભૂવો પડવાની જગ્યા એ જૂની ડ્રેનેજ લાઇન હોવાના કારણે સડી ગઈ હતી અને ત્યાં નો ભાગ બેસી ગયો હોવાથી ભૂવો પડિયો હોવાનું જાણવા મળેલ છે. આ ભુવાની જાણ નાગરિકે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરતાં તાત્કાલીક ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આસપાસ બેરીકેટિંગ કર્યું હતું ત્યારબાદ તેઓએ આ અંગે પાલિકાને જાણ કરી હતી હાલમાં આ અંગે સ્થાનિક લોકોમાં છૂપો રોષ જોવા મળી રહયો છે.