Vadodara

વડોદરા : આજવા રોડ પર લૂંટ ચલાવનાર લુંટારુઓને પકડવા પોલીસની 10 ટીમ કામે લાગી

પ્રતિનિધિ વડોદરા તા.21

આજવા રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા ગ્લાસ કંપનીના માલિક સહિત પરિવારને બંધક બનાવીને હથિયારની અણીએ સનસનાટીભરી રૂ.11.75 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ફરાર થઇ ગયેલા લુંટારુઓ પકડવા માટે સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમબ્રાન્ચ અને પીસીબીની મળી 10 જેટલી ટીમો લુંટારુઓની શોધખોળ કરી રહી છે.

આજવા રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા ગ્લાસ કંપની ચલાવતા અશોકકુમાર જયપ્રકાશ સિંગલ 19 ઓક્ટોબરના રોજ પોતાની પત્ની તથા પુત્ર સાથે જમીન પરવારીને ઘરનો તાળુ મારીને ઉંઘી ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના સમયે તલવાર અને ચાકુ સહિતના હથિયારધારી ચાર લુટારુઓ મકાનમાં ઘુસી આવ્યા હતા. ત્યારબાદ હથિયારની અણીએ પરિવારને બંધક બનાવીને તેઓએ પહેરેલા તથા તિજોરીઓમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 11.75 લાખ માલમતાની સનસનાટીભરી લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

હિન્દી અને ગુજરાતી ભાષામાં બોલતા લુટારુઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને લુંટને અંજામ આપ્યો હતો. જેથી ગ્લાસ કંપનીના માલિકે બાપોદ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. જેથી સ્થાનિક પોલીસ સહિતના પીસીબી, ડીસીબી સહિતના વિવિધ 10થી વધુ ટીમો બનાવીને લુંટારુ ટોળકીને ઝડપી પાડવા ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

લુટારુઓ કારેલીબાગ વિસ્તારમાંથી ઇકો કાર ચોરીને લાવ્યા

લુંટ કરવા માટે આવેલા લુંટારાઓએ કારેલીબાગ વિસ્તારમાં પહેલા ઇકો કારની ચોરી કરી હતી. ત્યારબાદ ચારેય જણો ઇકોમાં બેસીને સરદાર એસ્ટેટમાં કંપની ધરાવતા સંચાલકને ઘરમાં ત્રાટક્યા હતા. પોલીસ દ્વારા કારેલીબાગ વિસ્તારમાંથી સરદાર નવજીવન સોસાયટી તરફ આવતા રુટના કેમેરા ચેક કરાતા એક સીસીટીવીમાં કાર કેદ થઇ ગઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સયાજીગંજમાં રિક્ષા ચાલકને લૂંટનાર મહિલા સહિત ત્રિપુટીની ધરપકડ

સયાજીગંજ વિસ્તારમાં એક્સપેરિન્ટલ સ્કૂલ પાસે એક મહિલા અને અન્ય બે શખ્સો મળી ત્રણ રિક્ષા ઉભી રખાવ્યા બાદ ચાલક માર માર્યો હતો. ત્રણ લુટારુઓએ તારી પાસે જે કાઇ હોય તે અમન આપી તેમ કહી ધમકી આપી હતી. પરંતુ ચાલકે નહી આપતા ચાલકને ત્રણ જણાએ માર્યા હતો અને રિક્ષા તથા મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. દરમિયાન 20 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે સયાજીગંજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રિક્ષાની લુંટ કરનાર ત્રિપુટી સુર્યાપેલેસ ચાર રસ્તા પાસેના અગિયારના મેદાનમાં બેઠા છે. જેના આધારે પોલીસે ત્યાં પહોંચી મહિલા સહિત ત્રણેને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રિક્ષા તથા રોકડા રૂપિયા 51 હજારના મુદ્દામાલ કબજે કર્યો છે.

સેવાસી વિસ્તારમાં ચોરની આશંકાએ માનસિક રીતે અસ્વસ્થ યુવકને  લોકોએ માર માર્યો

વારસીયા વિસ્તારમાં તાજેતરમાં ચોરને માર માર્યા એકનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે મોબલિંચિંગનો ગુનો નોંધી નોંધ્યો હતો. ત્યારે ફરીવાર સેવાસી વિસ્તારમાં આવેલી શ્રીકર સોસાયટીમાં ચોરી કરવા આવ્યો હોવાની આશંકાએ સ્થાનિકોએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો પુછપરછ કરતા કોઇ જવાબ આપતો ન હતો. જેથી લોકોએ તેને મેથીપાક ચખાડ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી તેને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો અને તેની પુછપરછ કરતા આ શખ્સ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top