Vadodara

બરોડિયન્સ, તમે પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા માંડજો, નહિ તો દંડાશો

સીટ બેલ્ટ હેલ્મેટ માટે ડ્રાઈવ યોજવા RTOને સૂચના અપાઈ :

આરટીઓને રસ્તા પર ઉતરવા આદેશ, સામાન્ય વાહન ચાલકો માટે પણ નિયમ લાગુ કરાયો :

ખાસ ડ્રાઇવ યોજવા રાજ્યના વાહન વિભાગ દ્વારા તમામ આરટીઓ કચેરીને પરિપત્ર કરવામાં આવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ હેલ્મેટ ફરજીયાત કરવામા આવ્યું હતું. જેની ખાસ ચેકિંગ ડ્રાઈવ રાજ્યભરમાં સરકારી કચેરીઓ પાસે ચલાવવામાં આવી હતી. જેમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર ચપેટમાં આવી ગયા હતા. હવે વડોદરામાં પણ હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનું પાલન કરાવાશે, એમ આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સામાન્ય નાગરીકો પર હેલ્મેટ અને સિટ બેલ્ટના નિયમોનું તંત્ર પાલન કરે છે કે તે માટે ચેકીંગ ડ્રાઇવ યોજવા તમામ આરટીઓ કચેરીને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરી આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વધતા જતા અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી લોક જાગૃતિ તથા ટ્રાફીક નિયમોનું અત્યંત જરૂરી છે. દ્રિચક્રીય વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગએ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિચત કરે છે. જેના પરિણામે માર્ગ-અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શક્યા તેમ છે. રાજ્યમાં અકસ્માત નિવરાણના હેતુસર ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન હંકારતા વાહન માલીકો દ્વારા હેલ્મેટ અને સિટ બ્લેટના ઉપયોગ અંગે મોટર વાહન કાયદામાં કરવામાં આવેલ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું તે માટે સ્પેશ્યલ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવે. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ મુજબ નિમય ૧૨૯ હેઠળ દ્રિચક્રીય વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું તેમજ ફોર વ્હીલર ચલાતી વખતે સિટ બેલ્ટ બાંધવો ફરજીયાત હોવાથી સરકારની પુખત વિચારણને અંતે દ્રિચક્રીય અને ફોર વ્હીલર ચાલકો દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે નહીં તેના માટે ખાસ ડ્રાઇવ યોજવા વાહન વિભાગ દ્વારા તમામ આરટીઓ કચેરીને પરિપત્ર કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં જાહેર રસ્તાઓ પર ચેકિંગ ડ્રાઈવ યોજવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હેલ્મેટ અને સિટ બેલ્ટ વાહન ચાલકો માટે ફરજીયાત કરવામાં આવ્યા છે. અને તે માટે પોલીસ તેમજ આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અગાઉ પણ આ નિયમ હેઠળ કડક કામગીરી કરતા હોબાળો મચી ગયો હતો અને પોલીસ તેમજ આટીઓ દ્વારા કુણું વલણ અપનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં અકસ્માતોની ઘટનાને લઈને હાઈકોર્ટ લાલઘુમ થતા સરકાર દ્વારા હેલ્મેટ અને સિટ બેલ્ટ અંગે ચેકીંગ ડ્રાઇવ યોજવા સુચના આપવામાં આવી છે. આજે તમામ સરકારી કચેરીઓમાં આરટીઓ અને પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતા. આગામી દિવસોમાં રસ્તા પર પણ આ પ્રકારની કામગીરી જોવા મળશે.

વડોદરાના એઆરટીઓ જીગર પટેલે જણાવ્યું હતું કે આજથી સીટ બેલ્ટ અને હેલ્મેટ માટે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે અને નિયમનું પાલન નહિ કરનાર સામે કાર્યવાહી થશે.

Most Popular

To Top