પાલિકાની વડી કચેરી ખાતે મેરેથોન બેઠકોનો દોર શરૂ
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની રૂમ ખાતે મેયર પિન્કીબેન સોની, ડે. મેયર ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઇ પટેલ, ડે. મ્યુનિ. કમિશનર તથા તમામ સભાસદોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝન અને સ્વચ્છ ભારત મિશન-૨૦૨૪ અંતર્ગત, આગામી તા.૨૩-૧૦-૨૦૨૪ ના રોજ સ્વચ્છતા હી સેવા મિશન ૨૦૨૪ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેગા સફાઈ ઝુંબેશનું આયોજન સાથે આગામી તા.૨૮ના ના રોજ પ્રધાનમંત્રી વડોદરા શહેરમાં આગમન અને રોડ શોના આયોજન સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે. સાથે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનને તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા.૨૩-૧૦-૨૦૨૪ના રોજ વડોદરા શહેરના ૧૯ વોર્ડમાં ૧૯ સ્થળો ઉપર એક જ સમયે મેગા સફાઈ ઝુંબેશ અને શહેરને સ્વચ્છ બનાવવાની દિશામાં આગળ લઈ જવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. આ સફાઇ અભિયાનને સ્વભાવ બનાવી ફક્ત ૧ દિવસ કે એક સપ્તાહ નહીં પરંતુ આપણી દિનચર્યામાં સમાવી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં કામ કરવાની દિશા નિર્દેશ કર્યા હતા.
વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે ત્યારબાદ સવારે ૧૧-૩૦ કલાકે કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા શહેર કલેકટર કચેરી, પોલીસ વિભાગ ડીઇઓ કચેરી બેન્ક, રમત-ગમત વિભાગ, વિવિધ સેવાકીય તેમજ શૈક્ષણીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પણ તા.૨૩ નારોજ આયોજીત થનાર મેગા સફાઇ ઝુંબેશમાં સહુને સામેલ થવા તથા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં મુખ્ય ૩ આયામો ઉપર ચર્ચા કરવામાં આવી ૧) જન ભાગીદારી ૨) સફાઇ એકમો દ્વારા સંપૂર્ણ સફાઇ અને ૩) સફાઇ મિત્ર સુરક્ષા શિબીર. અહી જન ભાગીદારી થકી જન ભાગીદારી માટે આ.ઇ.સી.એક્ટીવીટી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે. જેમાં વધુ માં વધુ નાગરીકો જોડાય જે સંદર્ભે બેઠક યોજી સલાહ સૂચન કરવામાં આવ્યા હતા અને સર્વેને આ અભિયાનમાં જોડાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો. જેથી વડાપ્રધાનના આગમન પ્રસંગે તેઓનાnજ સૂત્રને ફળીભૂત કરી શકાય. વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના નગરજનોને જણાવવા માંગે છે કે, વડોદરા શહેરના તમામ નાગરીકો સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે અને વડોદરા શહેરને પોતાનું ઘર સમજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને માન આપી સ્વચ્છતા ઝુંબેશમાં જોડાય અને સાથે આગામી તા.૨૮-૧૦-૨૦૨૪ નાbરોજ વડાપ્રધાનના રોડ શોમાં મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ નગરજનોને પાઠવ્યું હતું.