પ્રતિનિધિ વડોદરા તા.20
વાપીના જ્વેલર્સને પીએસઆઇ હોવાની ખોટી ઓળખ આપીને તમે ચોરીના દાગીના ખરીદયા છે તેમ કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તમારે કેસ પતાવવો હોય તેમ કહીને તેમની પાસેથી રૂ.29 હજારના ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરનાર ભેજાબાજે ક્રાઇમ બ્રાન્ચે મકરપુરા ડેપો પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે વાપી પોલીસને વાપી પોલીસને સોંપ્યો છે.
વાપી ખાતે જ્વેલર્સ શોપના માલિકને ફોન કરી ઠગે પોતે પોલીસમાં ન હોવા છતાં પીએસઆઇ હાવની ઓળખ આપી ચોરીના દાગીના લીધા હોવાનું જણાવી જ્વેલર્સને ધમકાવ્યા હતા. ત્યારબાદ કેસ ક્લોઝ કરવાના બહાને રૂપિયા પડાવી લઇને ઠગાઇ આચરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ઠગાઇ આચરનાર ભેજાબાજ અભિષેક કાંતી પટેલ (રહે. આલમીગાર, તા.જિ.વડોદરા મૂળ જામનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની ખાતરી કરતા તાજેતરમાં વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ખોટી ઓળખ આપી ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું માલુમ પડતા તેને વાપી પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરના રોજ વાપીના જ્વેલર્સને ફોન કરીને પોતાનુ નામ પીએસઆઇ અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલું છે અમે એક સ્ત્રીને પકડી છે જે નાનીમોટી ચોરી કરે છે અને તેણે તમારી દુકાને સાડા પાંચ ગ્રામની ચેઇન રૂ. 29 હજારની ડિસેમ્બર મહિનામાં વેચી છે. તમે તે રૂપિયા આપી દો તો કેસ ક્લોઝ કરી દઇશ જો તમે રૂપિયા નહી આપો તો હુ તમારી દુકાન પર મારી ટીમ મોકલુ છે તેમ કહી ઓનલાઇન દ્વારા 29 હજારની રકમ ટ્રાન્સફર કરાવડાવી હતી.