Vadodara

ગોત્રીમાં હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું

વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ


વડોદરામાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં કેટલાક જગ્યાએ પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. જેથી લોકોને વેચાતું પાણી લેવું પડે છે. ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઈટ પાસે પાીવાની લાઈનમાં લીકેજ છે. જેથી આ પાણીનો સ્ત્રોત રોડ પર વહી વેડફાટ થયો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે. કેટલીય જગ્યાએ પીવાનું પાણી દૂષિત મળી રહ્યું હોવાની બૂમો પડી રહી છે. તો ક્યાંક નાગરિકોને પીવાનું પાણી વેચાતું લાવું પડે છે. ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઈટ્સ પાસે સામે સવારથીજ પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતાં આ પીવાનું પાણી સીધેસીધું મુખ્ય માર્ગ પર વહી જઈ રહ્યું છે.
ગિત્રીનાં આ વિસ્તારના રોડ રસ્તા પરથી અનેક સરકારી બાબુઓ અને નેતાઓની અવર જવર છે, પરંતુ કોઈ પણ અહીં પાણી વહી રહ્યું છે. તે બાબતે સજાગ નથી અને ધ્યાન પણ ન આપતા હોવાનો આક્ષેપ સ્થાનિકો એ પણ કર્યા છે. ઉપરાંત સ્થાનિક વહીવટી વોર્ડના અધિકારીઓ પણ લીકેજ બંધ કરવા કોઈ પગલાં લેતું નથી જેને પગલે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર ને જલસા પડી ગયા છે.

પીવાના પાણીનો વેડફાટ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજને કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શુદ્ધ પાણીસીધું ગટરમાં વહી રહ્યું છે. આમ પણ પાલિકા નાગરિકોને દિવસ એક ટાઈમ પણ પૂરતા પ્રેસરથી પાણી પૂરું પાડતી નથી. છાસવારે લોકોને પાણી કાપનો સામનો કરવો પડે છે. તંત્રના વાંકે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.

Most Popular

To Top