ઝઘડિયા તાલુકાનાઊમલ્લા ગામે ડેડ બોડી મૂકીને પરત વડોદરા જતી એમ્બ્યુલન્સનું સ્ટેરીંગ લોક થઈ જતાં શિનોર તાલુકાના મિંઢોળ ગામ નજીક ઝાડ સાથે અથડાઈ હતી,જેમાં એમ્બ્યુલન્સના ચાલકને હાથ – પગ અને મોંઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર ગતરોજ વડોદરાની એક ઈકો એમ્બ્યુલન્સ ઉમલ્લા ડેડ બોડી મૂકવા આવી હતી. ઉમલ્લા ખાતે ડેડબોડી મૂકીને એમ્બ્યુલન્સનો ચાલક પરત વડોદરા જઈ રહ્યો હતો. તે દરમિયાન શિનોરથી સાધલી જવાના માર્ગ પર મિંઢોળ ગામ નજીક અચાનક એમ્બ્યુલન્સનું સ્ટેરીંગ લોક થઈ જતાં ગાડી માર્ગ ની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. પરંતુ એમ્બ્યુલન્સના ચાલકને હાથ – પગ અને મોંઢા ના ભાગે ઈજાઓ પહોંચી હતી.જ્યારે ઈકો એમ્બ્યુલન્સના આગળના ભાગે મોટું નુકશાન થવા પામ્યું હતું.nજો કે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.