વડોદરામાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે,વડોદરાને સુશોભિત અને પ્રકાશિત કરવા માટે તંત્ર રાત દિવસ ખડેપગે પરિશ્રમ કરી રહ્યું છે, વડાપ્રધાનના આગમનને લઈને પૂર્વ ઝોન વિસ્તારમાં ગોલ્ડન ચોકડીથી લઈને એરપોર્ટ,માણેક પાર્ક સર્કલ અને રાજીવનગર એસટીપી રોડ પર ડિવાઇડર રિપેરિંગ, ફૂટપાથ,બ્રિજ પર રંગરોગાન સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ઉતરપ્રદેશથી 30 થી 40 જેટલા પેઈન્ટર વોલ પેન્ટિંગ અને લાઇટિંગની કામગીરી કરી રહ્યા છે.20 ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા કારીગરો સજ્જ બન્યા છે.
લાઈટિંગ અને રંગ રોકાણ કરવા માટે દરેક વિસ્તાર માં 40 થી વધારે કારીગરો કામે લાગે લા છે. વડોદરાના લોકો રોશની થી જડ હળતું શહેર જોવા પણ નીકળે રહયા છે.
વડોદરામાં 28 ઓક્ટોબરે ટાટા એડવાન્સ સિસ્ટમ (TASL)ના એરક્રાફ્ટ કોમ્પલેક્સની અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે આવવાના છે, તે પૂર્વે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પહેલાં વિદેશ મંત્રાલયનું ડેલિગેશન વડોદરા આવી પહોંચ્યું છે. આ ડેલિગેશન વહેલી સવારથી વડોદરા આવી વિવિઘ વિભાગો સાથે બેઠક યોજી કાર્યક્રમ અંગે વિગતો અને સ્થળ તપાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે. એરપોર્ટથી ટાટા એડવાન્સ સિસ્ટમ સુધીના 2.5 કિમીના રોડ શોમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પણ જોડાવાના છે.