Vadodara

નર્મદા ભુવન ખાતે KYC માટે લોકોની સવારથી જ લાંબી કતારો બીજી તરફ સ્ટાફ અને અધિકારીની લાલિયાવાડીથી લોકો પરેશાન..

અધિકારી જ કચેરીમાં ગાયબ રહેતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો..

અધિકારી જગ્યા પર સાડા અગિયાર સુધી જોવા ન મળ્યા પરંતુ તેમના બેઠક સ્થળે લાઇટ પંખા ચાલુ.. આખરે કોના બા…ની દિવાળી?

સરકાર દ્વારા વિધ્યાર્થીઓના સ્કોલરશીપ માટે શાળાઓને જણાવતા શાળાઓમાંથી બાળકોના કેવાયસી માટે જણાવવામાં આવી રહ્યું છે બીજી તરફ કેવાયસી પ્રક્રિયા માટે યોગ્ય વ્યવસ્થા ના અભાવથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. આવું જ દ્રશ્ય શહેરના નર્મદાભવન ખાતે જોવા મળી રહ્યું છે જ્યાં ઝોનલ કચેરી નં.-1,ઝોનલ કચેરી નં.-4 સહિત કચેરીમાં કેવાયસી પ્રક્રિયા ચાલી રહી હોય અહીં સવારથી લોકોની લાંબી લાંબી કતારો જોવા મળે છે અહીં કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી કોઇને ટોકન આપવામાં નથી આવી રહ્યાં લોકો પોતાના નોકરી ધંધા છોડી કેવાયસી માટે સવારથી અહીં આવે છે લાંબી કતારોમા ઉભા રહીને પણ કામો ન થતાં ધક્કો ખાઇ રહ્યાં છે બીજી તરફ મહિલા અધિકારી અને કર્મચારીઓ ની લાલિયાવાડી જોવા મળી રહી છે સવારથી લોકો કેવાયસી માટે આવી રહ્યાં છે પરંતુ ફરજ પરના ઝોનલ-4 ના મહિલા અધિકારી સાડા અગિયાર સુધી પણ ઓફિસમાં જોવા મળ્યા ન હતા ઉપરાંત તેમની બેઠક જગ્યાએ લાઇટો પંખા ચાલુ જ જોવા મળ્યાં હતાં કારણ કે કોના બા… ની દિવાળી? જ્યારે મિડિયાની ઉપસ્થિતિમાં લોકોએ કંટાળીને હાજર કર્મચારીઓ ને પૂછ્યું કે મેડમનુ નામ શું છે અને ક્યારે આવશે? પરંતુ કર્મચારીઓએ મેડમ મિટિંગમાં છે આવશે તેમ જણાવ્યું હતું પરંતુ ક્યારે આવશે અને મેડમનુ નામ શું છે તથા અધિકારી મેડમ હાજર ન હોવા છતાં વિજળી પંખા લાઇટો કેમ ચાલુ છે તેનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. એક તરફ સરકાર ડિજીટલ ઇન્ડિયા તથા ભ્રષ્ટાચાર મુક્ત ભારતની, વિજળી બચાવવાની વાત કરે છે પરંતુ બીજી તરફ સરકારના નિયમોને ખુદ સરકારી અધિકારીઓ જ ઘોળીને પી ગયા હોય તેવું જણાય છે. અધિકારીઓ સરકારી નોકરી મળી જતાં પોતે જ જાણે સરકાર હોય તેમ વર્તે છે ઓફિસે આવવા જવાનો કોઇ નિર્ધારિત સમય નથી મનમરજી આવવું અને જવું તે ચાલી રહ્યુ છે. હાજર ન હોવા છતાં કે સરકારી ઓફિસોમાં લંચબ્રેક દરમિયાન પણ લાઇટો પંખા, એ.સી.,કોમ્પ્યુટર, પ્રિન્ટર ચાલુ છોડી દેવામાં આવે છે અને આ રીતે વિજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. સરકારે સૌ પ્રથમ સરકારી,અર્ધસરકારી ખાતાઓમાં સીસીટીવી કેમેરા મૂકી, બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવી જોઈએ જેથી લાલિયાવાડી બંધ થાય લોકોને હાલાકી ન પડે.

Most Popular

To Top