Vadodara

કરજણના કંડારી પાસે અકસ્માત, લક્ઝરી બસે મોપેડને અડફેટે લેતા મહિલાનું મોત


વડોદરા શહેરના કરજણ કંડારી હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ કરુણ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે. કરજણથી ટુ-વ્હીલર લઈને જતી મહિલા રસ્તો ઓળંગવા માટે કંડારી જવાના રસ્તે ઉભી હતી. આ દરમિયાન પાછળથી ખાનગી લક્ઝરી બસ ચાલકે પાછળથી આવીને મહિલાના ટુ-વ્હીલરને અડફેટે લીધું હતું. આ કરુણ અકસ્માતમાં લીલીબેન પરમાર નામના મહિલાનું મોત નીપજ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કરજણની રહેવાસી મહિલા પ્રસંગમાં હાજરી આપવા માટે કંડારી જઈ રહ્યા હતા. જે કરજણથી ટુ-વ્હીલર લઈને કંડારી જઈ રહ્યા હતા. આ દરમિયાન કંડારી જવાના રસ્તે રસ્તો ઓળંગવા માટે તેઓ પોતાના વાહન પર ઉભા હતા. આ દરમિયાન ખાનગી લક્ઝરી બસ ચાલકે પાછળથી આવીને મહિલાના વાહનને ટક્કર મારી હતી. જે બાદ ખાનગી બસ ડિવાઇડર પર ચઢી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ આ હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે 108ની મદદથી મહિલાના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં લીલાબેન પરમારના માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ગંભીર ઈર્જાગ્રસ્ત લીલાબેનને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયા ફરજ પરના હાજર તબીબોએ લીલાબેનને મૃત જાહેર કર્યા હતા.
મૃતક લીલાબેન પરમારના ભત્રીજા અમિતકુમાર ચૌહાણએ કરજણ પોલીસ મથકે પૂર ઝડપે લક્ઝરી બસ હંકારી અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top