વડોદરા મહાનગરપાલિકા દેશના પ્રધાનમંત્રીના આગમનને લઈને શહેરને ચમકાવી રહી છે. પરંતુ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત અટલાદરાની પ્રમુખ આનંદ સોસાયટીને પાણી આપવા બાબતે સદંતર નિષ્ફળ રહી છે
દિવાળીની ઘડીયો ઘડાઈ રહી છે તેમજ દેશના વડાપ્રધાન શહેરના સંભવિત પ્રવાસને લઈને પાલિકા તેમજ તંત્ર તેમની આગતા સ્વાજતા માટે કોઈ કચાસ ના રહી જાય તે માટે મહેનત કરી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ સાથે પાલિકા લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા સદંતર નિષ્ફળ નીવડી છે.
એક તરફ લોકો નવા વર્ષે એટલે કે દિવાળીની તૈયારી કરી રહ્યા છે અને ઘરમાં રંગરોગાન કરી રહ્યા છે પણ પાણી જ ન આવતું હોય તો પાણી વિના દિવાળી અધૂરી રહી ગઈ છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં પ્રમુખ આનંદ સોસાયટીના લોકોને છેલ્લા સાત દિવસથી પૂરતા પ્રેશર સાથે પાણી મળી શકતું નથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા સમયથી છે ત્યારે રહીશોએ વોર્ડ નંબર 12 ના ચારેય કોર્પોરેટરને જાણ કરી છે પણ પાણીમાં બેસી ગયેલા ભાજપના કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી, મનીષ પગાર, સ્મિત પટેલ, રીટા સિંગ પોતાના મત વિસ્તારના લોકોનું સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી.
સ્થાનિકોનું કહેવું છે વારંવાર કાઉન્સિલરોને જણાવ્યા છતાં પાણીની સમસ્યાનો નિકાલ આવતો નથી. કોર્પોરેશનમાં અનેકવાર અરજીઓ કરી છે . છતાં કોઈ અધિકારી અમારા વિસ્તારમાં જોવા પણ આવતું નથી.
બીજા એક સ્થાનિકે જણાવ્યું કે વારંવાર કહેવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવતો. કાઉન્સિલરોને -અધિકારીઓને વારંવાર કહેવા છતાં આ સમસ્યાનો ઉકેલ નથી આવતો. જો 2.4 કલાકમાં આનું નિરાકરણ નહિ આવે તો અને આંદોલન કરીશું કલેક્ટર કચેરીએ આવેદન પણ આપીશું ધ.રણા પર બેસવું પડે તો અમે ધરણા પર પણ બેસીશું.