વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજરોજ પોતાના બાળકને શાળાએ લઈ પાછા ફરતા પિતાની બાઈક સાથે સરકારી બસનો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
વડોદરા શહેરના વેમાલી પાસે આજરોજ એક પિતા પોતાના સંતાનને શાળાએ થી લઇ પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા. તે દરમિયાન એસટી બસ પુર ઝડપે સામે આવી રહી હતી તે દરમિયાન શાળાએથી પોતાના સંતાનને લઈને પરત ફરતા પિતાની બાઈક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ફંગોળાઈ હતી અને પિતા બસ નીચે આવી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એ ઉદાહરણ અહીંયા સ્પષ્ટ થયું હતું. બસ નીચે આવી ગયા બાદ પણ પિતાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી પરંતુ આસપાસના લોકોએ તેઓને બસ નીચેથી બહાર જીવિત કાઢયા હતા. સંતાનને પણ થોડી ઘણી ઇજાઓ પહોંચી હતી પરંતુ કોઈ મોટી જાનહાની થઈ ન હતી. એક તબક્કે આસપાસના લોકોને થયું હતું પિતાને પુત્ર બસની નીચે આવી ગયા અને તેઓ બચ્યા નહીં હોય . પરંતુ પિતા અને પુત્રનો આ વાત બચાવ થયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બસ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે બ્રેક મારી મોટો અકસ્માત થતા અટકાવ્યો હતો. જોકે બાળક આ ઘટનાથી ખૂબ ગ બરાઈ ગયું હતું.
આસપાસના સ્થાનિકોનું કેવું છે આ જ જગ્યાએ અવારનવાર અકસ્માતો થાય છે. જો આ જગ્યા પર સિગ્નલો અને ટ્રાફિક પોલીસો દ્વારા કોઈ ઉચિત પગલા લેવામાં નહીં આવે તો કોઈનો જીવ જતો રહે તેવી પરિસ્થિતિ હાલની છે.
વેમાલી પાસે બાળકને લઈ શાળાએથી લઈ જતા પિતાની બાઈકને બસ અડફેટે લીધી
By
Posted on