Vadodara

એક તરફ પ્રેમમાં પાગલ યુવક દ્વારા વારંવાર ફ્રેન્ડશિપ માટે દબાણ, પરિણીતાની વહારે આવી અભયમ ટીમ




(પ્રતિનિધિ) વડોદરા તા. 15


શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી એક પરિણીતાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે “અમારા કોમ્પલેક્ષમાં એક સેન્ડવીચની શોપમાં કામ કરતો યુવક અનેક વાર ના પાડી છતાંય વારંવાર મને ફ્રેન્ડશિપ કરવાં દબાણ કરે છે. મે અને મારા પતિએ પણ તેને અનેકવાર સમજાવવાની કોશિશ કરી પરંતુ તે સમજતો નથી અને મંગળવારે લિફ્ટમાં હું એકલી હતી ત્યારે તે યુવક ગુલાબનુ ફૂલ આપવા આવ્યો, મે તેનો ઇનકાર કરતા તે બળજબરી કરવાં લાગ્યો હતો”
ત્યારે આ સમગ્ર બાબતે અભયમ દ્વારા યુવકનું અસરકારક કાઉન્સિલગ કરતા જણાયું હતું કે, તે એક તરફી દોસ્તી માટે પ્રયત્ન કરતો હતો . તે છેલ્લા છ માસથી યુવતીને આવતાં જતાં દોસ્તી માટે સમજવવા પ્રયત્ન કરતો હતો. આ અગાઉ યુવતીના પતિએ સેન્ડવીચ ખરીદી હતી. તે સો રૂપિયાની નોટ મોબાઈલના કવર પાછળ યાદગીરી રૂપે સાચવી મૂકી હતી.
અભયમ દ્વારા તેને યોગ્ય સમજ આપી હતી કે સામેની વ્યક્તિ ઇનકાર કરે તો પિછો છોડી દેવો જોઈએ. કોઈની સાથે બળ જબરીથી દોસ્તી કરી શકાય નહિ. જો આવી હરકત ચાલું રહેશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.આ રીતે યુવકને યોગ્ય સમજ આપતા તેણે પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઇપણ પ્રકારનું ગેરવર્તન નહી કરું તેની ખાતરી આપી હતી.

Most Popular

To Top