Vadodara

ખેતેશ્વર સ્વીટનો માવો સબ સ્ટાન્ડર્ડ, કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

વડોદરા કોર્પોરેશનની ખાદ્ય પદાર્થોની તપાસ ઝુંબેશ દરમિયાન એક નમૂનો અનસેફ અને 18 વેપારીના નમુના સબ સ્ટાન્ડર્ડ


વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગણેશોત્સવ તેમજ નવરાત્રી તહેવારો દરમ્યાન શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. જેમાં એક નમૂનો અન સેફ અને 17 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. જેના વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સબ સ્ટાન્ડર્ડમાં ખેટેશ્વર સ્વીટ ઓપી રોડના માવાનો પણ સમાવેશ થાય છે. આ દુકાન ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના પરિવારની છે.
શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનના ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા ગણેશોત્સવ તેમજ નવરાત્રી તહેવારો દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં ઘી, જુદી જુદી બ્રાન્ડ ના તેલ, કોકો પાવડર, મેદા, માવો, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, હોલસેલ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરી વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.
ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા સમાં સાવલી, ગોત્રી, બસ સ્ટોપ, નિઝામપુરા, ઓપી રોડ, સયાજીગં, માંજલપુર વિસ્તારમાંથી લેવાયા હતા ખાદ્ય પડતા નમુના. આરોગ્ય વિભાગ દ્વારા amul મલાઈ પનીર ઘી માવો કપાસિયા તેલ સીંગતેલ પામોલીન તેલ સોયાબીન તેલ સહિતના નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા. વિવિધ વિસ્તારોમાં આવેલી ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરીમાંથી ઘી, જુદી-જુદી બ્રાન્ડ અના તેલ, કોકો પાવડર, મેદા, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનાં 18 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયા છે. જે પૈકી એક નમુનો અનસેફ અને 17 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. જેના વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ વેપારીઓ સામે કાર્યવાહી

1-, કરસણભાઈ લક્ષ્મણભાઈ કરજીયા, ડીલક્ષ વેફર, એ/૧૮/મોહનગીરીકૃપા સોસાયટી, વડસર

2- વિમલ કીરીટભાઈ પટેલ, જયઅંબે, દુકાન નં.૧/લીલેરીયા એપાર્ટમેન્ટ, સમા સાવલી રોડ.

3- અશ્વિન એમ અંબાણી, ગુરુકૃપા પ્રોવીઝન ૩ સ્ટોર, એસ/9/અમીદીપ કોમ્પલેક્ષ, ઝવેરનગર બસ સ્ટોપ

4- રૂપલ રાજેશભાઈ વીરાડીયા, ખેંચીધર ડેરી ફાર્મ, સી/૩૧/ગોકુલ ટાઉનશીપ, ગોત્રી રોડ

5- સત્યનારાયણ રાજપુરોહિત, શ્રી ખેતેશ્વર સ્વીટએન્ડ ફરસાણ માટૅ, ઓ પી. રોડ

6- મોહિત રાજેન્દ્ર મહેશ્વરી, રાજ રાજેશ્વરી જયુરા એન્ડ આઈસર કીમ, વ્રજ કોમ્પલેક્ષ, નીઝામપુરા.

7- યાદવ મનોજકુમાર શ્યામલાલ, શ્રી લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, દુકાન મા.૧૫/આત્મીય હાાઇટ્સ,માાણેજા

8- અનીતાબેન બચુભાઈ બારીયા, શ્રી દ્વારકાધીશ. કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, દુકાન નં.૧/નવદુર્ગા શોપીંગ
સેન્ટર, નીઝામપુરા

9- અજય કલાણીયા, શીવ કરસાણ રાજકોટવાળા, ગાત્મજ્યોતી આશ્રમ પારસે, ઈલોરાપાર્ક

10-મહેન્દ્રભાઈ સી પટેલ, હર સીધ્ધી ટ્રેડીંગ, રાજમહેલ રોડ.

11-વીધી સુશીલ ચૌહાણ, પવનપુત્ર સેલ્સ, રાજમહેલ રોડ

12- ઉર્વેશ પંકજભાઈ પટેલ, નેચરલ ડેરી, ૧X/સીદધી ચેનાયક કોમ્પલેક્ષ, પંચશીલની સામે, માંજલપુર.

13-ઉર્વેશ પંકજભાઈ પટેલ, નેચરલ ડેરી, ૧૪/સીધી ચેનાયક કોમ્પલેક્ષ, પંચશીલની સામે, માંજલપુર.

14-નીતીન બંસીલાલ બુમીયા, બુમીયા ફુડ્સ, સદરબજાર ચાર રસ્તા, ફતેગંજ

15-યુસુફભાઈ જુજરભાઈ અમરેલીવાલા, તાજ ડેરી ડાર્મ, એ/૧/મેમણ શોપીંગ સેન્ટર, આર્યુવેદિક ત્રણ રસ્તા, પાણીગેટ

16-શ્રી ચંદ્રવદન મોહનલાલ ગાંધી, અમરનાથ ટ્રેડીંગ કં., પાડી શાકમાર્કેટ સામે, પ્રતાપનગર રોડ

17-શ્રી અંસારી ઈરફાન અલી એહમદઅલી, કીરણ ઓઈલ ડેપો, ૬/એપાર્ટમેન્ટ નં.એ/૨, નટરાજ ટાઉનશીપ, સયાજીગંજ

18-અંસારી ઇરફાનઅલી એહમદઅલી, કીરણ ઓઈલ ડેપો, ૬/એપાર્ટમેન્ટ નં.એ/૨, નટરાજ -ાઉનશીપ, સયાજીગંજ.

Most Popular

To Top