Vadodara

કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોની તપાસ ઝુંબેશ દરમિયાન 1 અનસેફ અને 17 વેપારીના નમુના સબ સ્ટાન્ડર્ડ..

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગણેશોત્સવ તેમજ નવરાત્રી તહેવારો દરમ્યાન શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા જેમાં એક નમૂનો અન સેફ અને 17 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જેમાં વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

.શહેર નાં અલગ અલગ વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનના ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા ગણેશોત્સવ તેમજ નવરાત્રી તહેવારો દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં ઘી, જુદી જુદી બ્રાન્ડ ના તેલ, કોકો પાવડર, મેદા, માવો, બુંદી, પાલક, સેવ, જ્યુસ વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, હોલસેલ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરી વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.
ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા સમાં સાવલી, ગોત્રી, બસ સ્ટોપ, નિઝામપુરા, ઓપી રોડ, સયાજીગં, માંજલપુર વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થ નમુના લેવાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા amul મલાઈ, પનીર, ઘી ,માવો કપાસિયા તેલ ,સીંગતેલ ,પામોલીન તેલ ,સોયાબીન તેલ સહિતના નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા. વિવિધ વિસ્તારોમાં આવેલી ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરીમાંથી ઘી, જુદી-જુદી બ્રાન્ડના તેલ, કોકો પાવડર, મેદા, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનાં 18 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયા છે. જે પૈકી એક નમુનો અનસેફ અને 17 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. જેના વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top