Vadodara

વડોદરા: ટેમ્પામાં ભંગારની આડમાં લઈ જવાતો રૂ. 52.14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલે નેશનલ હાઈવે ચાર મુંબઈથી દિલ્હીના ટ્રેક પરથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો, ચાલક સહિત દારૂ મંગાવનાર અને મોકલનાર વોન્ટેડ

પ્રતિનિધિ વડોદરા તા 13

નેશનલ હાઈવે ચાર મુંબઈથી દિલ્હી જતા ટ્રેકના સર્વિસ રોડ પરથી ભંગારના સામાનની આડમાં વિદેશી દારૂની ભરેલા ટેમ્પાને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા 52.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂ, ટેમ્પો અને ભંગારનો સામાન મળી રૂ.62.72 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે ભાદરવા પોલીસને સોંપ્યો હતો. હાજર નહીં મળી આવેલા ટેમ્પો ચાલક સહિત દારૂ મંગાવનાર તથા મોકલનારને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા.
વડોદરા શહેર જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂના અડ્ડાઓ તથા ધમધમતા જુગાર પર સ્ટેટ મોનિટર સેલ દ્વારા દરોડાસમયાંતરે પાડવામાં આવતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ચાર પર મુંબઈથી દિલ્હી તરફના રૂટ પરથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો છે અને હાલમાં છે. ભાદરવા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં મુંબઈ દિલ્હી હાઇવે પર આવેલા ટોલનાકાથી 500 મીટરના અંતરમાં સર્વિસ રોડ પર ઉભો છે. જેના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારે સ્થળ પર એક આઇસર ટેમ્પો મળી આવ્યો હતો જેમાં તપાસ કરતા ભંગારની આડમાં વિદેશી દારૂનો જથ્થો સત્તાડેલો હતો. જેથી એસએમસીની ટીમ ટેમ્પામાંથી રૂપિયા 52.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો, ભંગાર નો સામાન અને ટેમ્પો મળી રુ. 62.72 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાદરવા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેમ્પોમાં ટેમ્પામાં કોઈ હાજર મળ્યું ન હતું. જેથી એસ એમ સી એ ટેમ્પોના ચાલક સહિત દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top