ડીસીપી ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
વિજયાદશમીનો પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિના વિજયનુ ઉમંગ પર્વ છે. વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ. પોલીસ હેડ ક્વાટર ખાતે DCP ડો. લીના પાટીલની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા શસ્ત્ર સહિત અશ્વનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસે શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
અસત્ય પર સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ દશેરા પર શહેર પોલીસ તંત્ર દ્વારા ચાકૂથી લઈ અત્યાધુનિક શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ તંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજા-અર્ચના સંપન્ન થયા બાદ પોલીસ કમિશનરે પોલીસ વિભાગના જવાનો તેમજ શહેરીજનોને વિજયા દશમીની શુભેચ્છા પાઠવી હતી.