અહીં માં નો અદભૂત શણગાર કરવામાં આવ્યો…
કેટલાક માંઇભક્તો પગરખાં વિના ખુલ્લા પગપાળા દર્શન પૂજન માટે આવ્યા.
મંદિર પ્રશાસન તથા સ્વૈચ્છિક સંગઠનોદ્વારા માંઇભક્તો માટે પીવાના પાણીની, ફ્રૂટસની વ્યવસ્થા કરવામાં આવી…
આસો નવરાત્રીના આઠમ નિમિત્તે શહેરના માંડવી ચારદરવાજા નીચે ઐતિહાસિક મેલડી માતાના મંદિરે વહેલી પરોઢથી શહેર તથા જિલ્લાના માંઇભક્તોએ દર્શન પૂજન કર્યા હતા અહીં ઘણાં માંઇભક્તોએ પગરખાં વિના ખુલ્લા પગે પગપાળા માં ના દર્શન કર્યા હતા. અહીં નવલી નવરાત્રીના નવ અલગ અલગ દિવસોએ માતાને તથા પરિસરને વિવિધ રીતે શણગારવામા આવ્યા હતા સાથે જ અહીં ગુરુવારે આઠમનો હવન કરવામાં આવ્યો હતો. આજે બપોર સુધી આઠમ તથા ત્યારબાદ નવમી તિથિ હોય આજે માતાને ફૂલોની હોળી (બોટ) સહિતનો આહલાદક શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરે આવતા માઇભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા દર્શન, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભક્તો માટે ફ્રૂટસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના વ્યવસ્થાપક કમિટીના મુખ્ય એવા ભોલાભાઇ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.