ડભોઇમાં ચમાર કુંડની ખદબદતી ગંદકીને ગુજરાતમિત્ર માં પ્રસિધ્ધિ અપાતા જ તંત્ર દોડતું થયું હતું. ચમાર કુંડના ફફડી ઉઠેલા સંચાલકે મૃત પશુઓના ઘણા દિવસોથી સંગ્રહ કરેલા માંસ, હાડકા, શિંગડા અને ચામડાના ઢગની ગાડીઓ ભરાવી રવાના કર્યા હતા.
નગર પાલિકા ધ્વારા ચમાર કુંડ ના સંચાલક કિશોર સોલંકી ને નોટિસ પાઠવી હતી.નોટિસ પાઠવતા પહેલા કોઈ ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફિ કરાઇ ના હતી. ગુજરાતમિત્રના અહેવાલને પગલે આખરે નગર પાલિકા ધ્વારા તરસાણા ચોકડી પાસે આવેલા ચમાર કુંડની સફાઈનો ડ્રોન ઉડાવી સર્વે કરાયો.
ગુજરાતમિત્રના અહેવાલનો પડઘો, ડભોઇના ચમાર કુંડની સફાઇ શરૂ થઈ
By
Posted on