Vadodara

વડોદરા મહાપાલિકાએ જ લીમડાનું મહાકાય વૃક્ષ કાપી નાખ્યું

વૃક્ષો કાપવા સામે કાનૂની પ્રતિબંધ હોવા છતાં લોકો તેને કેમ ગણકારતા નથી?

વડોદરામાં જાહેર માર્ગો પરથી થતું વૃક્ષછેદન, પાલિકા અધિકારીઓ અને તંત્ર નિંદ્રામાં

એક તરફ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે ત્યાં પાલિકા દ્વારા જૂનું અને સૌથી મોટું લીમડાનું ઝાડ કાપી નાખવામાં આવ્યું છે.
વડોદરા શહેર બદામણી બાગ જ્યાં નડતર ન હોય એવી જગ્યાએ વર્ષો જૂનો લીમડાનું ઝાડ શુક્રવારે કાપી નાખવામાં આવ્યું છે.
આ વૃક્ષ લીમડાનું ઘટાદાર વૃક્ષ હતું વડોદરા બદામડી બાગ ખાતે પાલિકાની ફાયર બ્રિગેડ ની ઓફિસ આવેલી છે .આ ઘટાદાર વૃક્ષ એના કોર્નર ઉપર વર્ષો જૂનું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું.
અમુક નિયમો અનુસાર વૃક્ષ કાપવા માટે ઘણી પરવાનગીઓ લેવાની હોય છે. પરંતુ પાલિકા આ તમામ વસ્તુને ઘોળીને પી ગઈ હોય એમ જણાઈ આવે છે.


વડોદરામાં પાલિકા કે વનખાતું વૃક્ષારોપણના નામે વર્ષોથી કાગળ પર કામગીરી કરી રહ્યું છે . જેનું ઉદાહરણ શહેરની પરિસ્થિતિ હાલત બયાન કરે છે. દરવર્ષે લાખોની રકમ સરકારી તિજોરીમાંથી ઉસેડી લેવાય છે પરંતુ વૃક્ષોની વાવણી નામ પૂરતી થાય છે. બીજીતરફ જે વૃક્ષો દાયકાઓ પહેલા લોકોએ વાવ્યા છે તેની રક્ષા કરવા પણ તસ્દી કે કડકાઈ દર્શાવાતી ન હોવાથી શહેરમાંથી દબાણકારો તાથા અસામાજિક તત્વો પોતાન અંગતહિત હેતુ વૃક્ષોનું છેદન કરી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મધ્યમાં બદમાંડી બાગ વિસ્તારમાં દાયકાઓાથી ઉભેલા વૃક્ષ ને જાણ બહાર કાપી નાખવામાં આવ્યું ,જેથી લોકોની નજરમાં ન ચડે. પોતાના સ્વાર્થ માટે આ વિશાળ વૃક્ષને કાપી નાખવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. જ્યાં રસ્તા પરના વૃક્ષને કાપી નાખવામાં આવ્યું છતાં પાલિકાનું પેટનું પાણી હલ્યુ નથી શહેરમાં મનફાવે તેમ કરાતા વૃક્ષછેદનને અટકાવવા લોકો દ્વારા માંગ કરાઈ હતી.
ગુજરાતમાં વૃક્ષો કાપવા સામે પ્રતિબંધ છે. જો વિકાસકાર્યો કે અન્ય જરૂરી હેતુથી વૃક્ષો કાપવાં હોય તો તેને માટે સ્થાનિક સ્વરાજ કે તેની ઉપર રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે. જો વન ક્ષેત્રમાં ઝાડ કાપવાનાં થાય તો વન વિભાગની મંજુરી લેવી પડે છે. સામાજિક વનીકરણ અંતર્ગતનાં વૃક્ષો કાપવાં હોય તો વન ખાતાની પરવાનગી આવશ્યક છે અને એટલે ગુજરાતમાં વડોદરા વૃક્ષછેદન ધારો – ૧૯૫૧ કાયદો અમલમાં છે. ૧૩મી જુલાઈ ૧૯૫૧ના રોજ બનેલા કાયદાની મૂળભૂત ખાસ જોગવાઈઓ હજુ સુધી બદલાઈ નથી. ૨૦૧૨ અને ૨૦૧૬ માં આ કાયદામાં નજીવો સુધારો કરવામાં આવ્યો છે.

Most Popular

To Top