Vadodara

ડભોઇ ની તરસાણા ચોકડી પાસે આવેલા ચમારકુંડની દુર્ગંધથી નગરજનો ત્રાહીમામ





ડભોઇ: ડભોઇ વાઘોડીયા માર્ગ પાસે તરસાણા ચોકડી પાસે મૃત પશુઓના નિકાલ માટે ચમાર કુંડ બનાવવામા આવ્યો છે. ચમારકુંડ ની ખુલ્લી જગ્યામા ડભોઇ શહેર તાલુકા, કરજણ નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મૃત પશુઓ લાવી ચિરફાડ કરી તેનો સંગ્રહ કરાતા તેની માથાફાટ દુર્ગંધથી રાહદારીઓ સહિત નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા ચીફ ઓફીસરે ચમારકુંડમા મૃતક પશુઓની ચીરફાડ અને તેના અવશેષોનો સંગ્રહ કરતા ઇસમને લેખિત નોટિસ આપી તાત્કાલીક પ્રવૃત્તિ બંધ કરવા અને યોગ્ય નિકાલ કરવા જણાવતા નગરજનોમા પાલિકાની કામગીરીથી રાહતની આશા બંધાઇ છે.

ડભોઇ નગરની તરસાણા ચોકડી પાસે ચમારકુંડ આવેલો છે. જેમા ડભોઇ નગર તાલુકા અને કરજણ નગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા મરણ થતા ગાય, ભેંસ, પાડા અને બકરા જેવા પશુઓ લાવી મૃતક પશુઓના અવશેષ નો ધંધો કરતા કિશોરભાઇ વિજયભાઇ સોલંકી રહે.મહુડીભાગોળ, ચમારવાંસ, ડભોઇ ધ્વારા તેની ચીરફાડ કરવામા આવે છે.bજે બાદમા મૃતક પશુઓના હાડ, માંસ, સિંગડા અને ચામડા જુદા કરી તેને સુકવવા માટે દિવસો સુધી ઢગલા કરી રખાય છે. માથાફાટ દુર્ગંધથી ડભોઇ નગરના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાત દિવસ અતિશય દુર્ગંધને કારણે લોકો ને ઉબકા આવી રહ્યા છે. મોઢે ડુચા દેતા લોકો ને રીતસર ઘર ના દરવાજા બંધ રાખવાની ફરજ પડી રહી છે. ત્યારે ડભોઇ નગર પાલિકાના ચીફ ઓફીસરે આખરે મૃતક પશુઓની ચીરફાડ નો ધંધો કરતા કિશોરભાઇ સોલંકીને નોટિસ ફટકારી નગર પાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.

મૃતક પશુઓના નિકાલ માટે પશુ દીઠ 500 રુપિયા અપાતા હોવાની ચર્ચા

ડભોઇ નગર પાલિકા હદ વિસ્તાર મા અથવા તો તાલુકામા તેમજ કરજણ નગરપાલિકા સહીત કરજણ તાલુકામાથી મૃતક પશુ ને ઉઠાવી તેના તાત્કાલીક યોગ્ય રીતે નિકાલ માટે નિકાલ કરનાર વ્યક્તિ ને પશુ દિઠ પાલિકા ધ્વારા તેમજ પંચાયતો ધ્વારા રુપિયા 500 અપાતા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.nતો પછી તેના અવશેષોના દિવસો સુધી ઢગલા કરી તેની હેરાફેરી lનો નિયમ ના હોવા છતા પણ ગેરકાયદેસર નુ કૃત્ય કરાઇ રહ્યુ હોવાની પણ ચોકાવનારી માહીતી મળવા પામી છે.

ડભોઇ ચમારકુંડ માથી અવસેષો ભરીને ભાડુ મારવા ગયેલા બે મુસ્લીમ યુવાનો ફસાયા હતા

ડભોઇ ચમારકુંડ માથી ગતવર્ષે રેલ્વે નવાપુરા વિસ્તાર ના બે મુસ્લીમ યુવાનો બોલેરો પીકઅપ મા મૃતક પશુઓ ના અવશેષો ભરીને અમદાવાદ ખાતે ગયા હતા.ત્યારે સ્થાનિક લોકોએ ગાય ના માંસની તસ્કરી હોવાનુ જાણી બન્ને યુવાનો ને અસ્લાલી પોલીસ સ્ટેશન મા સુપ્રત કર્યા હતા.ત્યારે યુવાનો ને અઢી માસ સુધી સાબરમતી જેલમા રહેવાનો વારો આવ્યો હતો.

Most Popular

To Top