Vadodara

મોદી સાહેબ, થોડા થોડા સમયે પધારતા રહો, તો અમારું વડોદરા ચોખ્ખું અને રૂડું રૂપાળું થાય!

પ્રધાનમંત્રી મોદીની સંભવિત મુલાકાત થી વડોદરાનું તંત્ર કામે લાગ્યું
સાહેબ આવવાના હોય એસી વાળા સાહેબો લાગ્યા કામે



વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. તેમને સારું દેખાડવા શહેરમાં યુદ્ધના ધોરણે સાફ સફાઇ અને રંગરોગાન ના કામો ચાલી રહ્યા છે.
શહેરમાં આવેલા માનવસર્જિત પૂરના કારણે વડોદરા શહેરની પ્રજા ખૂબ નુકસાન ભોગવ્યું છે. તેવામાં મોદીના આગમન પહેલાં રોડ રોડ રસ્તાની મરામત કરી તથા ગંદકી દૂર કરી, દિવાલો અને ડીવાઈડર ઉપર રંગ કરી વડોદરા ને સુંદર બનાવવાનો પ્રયત્ન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે રોડ પર ભુવા પડ્યા હતા એનું પુરાણ કરી નવા રોડ બનાવવા તથા વડોદરા શહેરને ચમકાવાનું કામ પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે . વિવિધ સર્કલો ઉપર લાઇટિંગ કરી વડોદરાને ઝળહળતું કરવાનું કામ ચાલી રહ્યું છે. વડોદરા ને બ્યુટીફાઈ કરવા માટે તમામ પ્રયત્નો કરી દિવાળી તહેવારમાં રોશનીથી ઝળહળતું કરવા તંત્ર મંડી પડ્યું છે.
ખુદ પાલિકાના કમિશનર ખડે પગે રહી તમામ કામગીરી પોતાની નજર હેઠળ કરાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસ પર હોય તેમાં ખાસ કરીને માનવસર્જિત પુર આવ્યા પછી વડોદરા ની દુર્દશા થઈ હોય ત્યારે પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાત પણ લેવાના હોય પાલિકાના સતાધીશો અને અધિકારીઓ તમામ કામે લાગ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ મીએ ગુજરાત અને એમાંય ખાસ કરીને વડોદરાની મુલાકાતે આવી રહયા હોઈ, રાજકીય ક્ષેત્રે ગજબની કાનાફૂસી થવા લાગી છે . સૂત્રોના જણાવ્યા અનુસાર એવો અણસાર આપ્યો હતો કે, ગાંધીનગરની બેઠક સંગઠનને લગતી હતી અને સદસ્યતા અભિયાનને લગતી હતી. પરંતુ એ પ્રોસેશ પૂર્ણ થયા બાદ બને
એટલી ત્વરાયે ગુજરાત ભાજપના સંગઠનમાં અને સરકારમાં મોટ્ટાપાયે ફેરફાર નક્કી છે. સી.આર. પાટીલની હાજરીમાં ગઈકાલે મળેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓમાં રાજેન્દ્રસિંહજી રાણા, આર.સી.ફળદુ, પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાથી માંડી અલ્પેશ ઢોલરિયા સુધીના નેતાઓની હાજરી ઘણી સૂચક હતી.
બેઠકમાં તો ઉપરછલ્લી રીતે સંગઠનની વાતો કરવામાં આવી પરંતુ, સુત્રોના જણાવ્યા અનુસાર જૂના જોગીઓને કેન્દ્રમાં રાખી નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારમાં ગજબના નિર્ણયો લેવાશે. નોંધનીય છે કે સતાવાર રીતે તો વડાપ્રધાન મોદીની મુલાકાતને ગુજરાત સહિત દેશના શાસનકાળના ૨૩ વર્ષ પૂરા થયે રાજય સરકાર દ્વારા થનારી ઉજવણીને લગતી દર્શાવાઈ છે .પરંતું વડાપ્રધાનનું અચાનક વડોદરા આપવાનું ગોઠવાયું તેનાથી ભાજપમાં મોઢા એટલી વાતૂ ફાટી નીકળી છે . તે સમયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના નેતાઓને મળી આવ્યા છે. પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ ગયા હતા . તો તે માટે ચર્ચા છે કે તા.૨૮ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને ખાસ કરીને વડોદરા પ્રવાસે આવી રહ્યા છે અને તેમનાં કાર્યક્રમથી ચર્ચા માટે મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ દિલ્હી ગયા છે. વડાપ્રધાન મોદીના ગુજરાત અને દિલ્હીના શાસનનાં ૨૩ વર્ષ પુરા થયા છે તેથી રાજય સરકારે ઉજવણી ચાલૂ કરી છે અને દરેક જિલ્લાનાં વિકાસ સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીનો વડોદરાનો પ્રવાસ એ સંદર્ભમાં જ હશે તેમ માનવામાં આવે છે .આ આયોજન અંગે પણ ચર્ચા છે. તા.૩૧ ના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ છે અને તે એકતા દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે. તેમાં પણ વડાપ્રધાન સામેલ થશે કે કેમ તે પણ એક ચર્ચા છે.

Most Popular

To Top