Vadodara

ભાયલી સગીરા ગેંગરેપ : આરોપીઓને સાથે રાખી વિશ્વામિત્રીમાં ફેંકેલા મોબાઈલની શોધખોળ…


ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયેલા ગેંગરેપમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ સગીરાની પાસેથી લૂંટ કરેલો મોબાઈલ વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો હોવાનું જણાવતા પોલીસે આરોપીઓને સાથે રાખી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્ર નદી ખાતે લઈ જવાયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીના પાણીમાં મોબાઈલની શોધખોળ શરૂ કરાઈ છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે બેસીને વાતો કરતી હતી. તે દરમિયાન પાંચ વિધર્મીઓ ત્યાં ધસી આવ્યા હતા અને પાંચ પૈકી ત્રણ જણાએ મિત્રને પકડી રાખ્યા બાદ વારાફરતી સગીરા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

જિલ્લા પોલીસ સહિત વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગી હતી અને 48 કલાકમાં જ ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મીઓ સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી જિલ્લા પોલીસને સોંપ્યા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દુષ્કર્મ કર્યા બાદ સગીરાનો મોબાઇલ આરોપીઓએ લૂંટી લીધો હતો. જે રિકવર કરવાનો બાકી હોય પોલીસે મોબાઈલ બાબતે પૂછતા આરોપીઓએ
સીમકાર્ડ વડસર બ્રીજ નજીક પથ્થર વડે તોડી નાખ્યા બાદ મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાનુ જણાવ્યું હતું. ત્યારે રિમાન્ડના પ્રથમ દિવસે એટલે કે આજે બુધવારે પોલીસે પાંચ આરોપીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તોડી નાખેલા સીમ કાર્ડ અને વિશ્વામિત્રી નદીમાં નાખેલા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોબાઈલની પાણીમાં શોધખોળ શરૂ કરાઈ રહી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ લૂંટ કરેલા સગીરાના મોબાઈલ બાબતે આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે.

Most Popular

To Top