Vadodara

પ્રાઇવેટ સ્કૂલની દાદાગીરી જે થાય એ કરી લો

બીજા ધોરણ માં ભણતી પિહુ 8 ની જગ્યા એ 8:10 પરીક્ષા આપવા પોહચી તો પરીક્ષામા ના બેસવા દીધી..

વડોદરા સમાં વિસ્તારમાં આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પરીક્ષામાં 10 મિનિટ મોડી પોહચતા શાળા સંચાલકો એ પરીક્ષા નાં આપવા દીધી વાલી એ સ્કૂલ નાં ગેટ પાસે બેસી વિરોધ પ્રદર્શન કર્યું.

સમા ખાતે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ બે માં ભણતી પિહુની આજરોજ પરીક્ષા હતી પરીક્ષામાં માત્ર દસ મિનિટ લેટ પડતા શાળા સંચાલકોએ પિહુને પરીક્ષામાં બેસવા ના દીધી હતી જેથી દીકરીએ સ્કૂલમાં જ રડી કકડ કરી હતી અને તેના વાલીને જાણ થતાં વળી સ્કૂલ આવી પોહચયાં હતા . સ્કૂલમાં વાલી દ્વારા પરીક્ષામાં બેસવા દેવા માટે વિનંતી કરી હતી પરંતુ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને બેસવા ના દેતા પિહુના પીતા સ્કૂલના ગેટની બહાર જ બેસીને ઘરના પ્રદર્શન કર્યું હતું. સાથે જ શિક્ષણ મંત્રીને ઇમેલ દ્વારા આખી ઘટનાની જાણ કરી હતી એક બાજુ સરકાર પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા ની જાહેરાતો કરે છે ત્યારે ખાનગી શાળાઓની આ માનવાની કેટલી યોગ્ય છે? એવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

પિતાનું કહેવું છે પ્રિન્સિપાલ કોઈ જવાબ આપવા તૈયાર નથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી દસ મિનિટ મારી દીકરી પરીક્ષામાં લેટ પહોંચી છે તેવામાં છોકરીને બેસવા દેવામાં નથી આવી મારી છોકરી અને મેં ઘણી વિનંતી કરી છતાં મારી છોકરીને પરીક્ષા ન આપવા દીધી અને મારી છોકરી રડી રડીને દુઃખી થઈ ગઈ .
એક કે બે વ્યક્તિને લઈને આ સ્કૂલ ચાલે છે પોતાના ઈગોને હર્ટ ના કારણે મારી છોકરીને સ્કૂલના સંચાલકોએ પરીક્ષા આપવા ના દીધી. મારી છોકરીને ઓલમ્પિકની પરીક્ષા આપવા જતી હતી તેઓ એવું કહે છે જે થાય એ કરો છોકરી પરીક્ષામાં નહીં બેસી શકે 10 મિનિટ મોડું આવવાથી આવું વર્તન એ યોગ્ય નથી.

Most Popular

To Top