ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરુ 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા બે દિવસના મંજૂર
પ્રતિનિધિ વડોદરા તારીખ 8
ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓની ઓળખ પરેડ કરાવ્યા બાદ દિવાળીપુરા કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ કાર્યવાહી દરમિયાન પાંચ આરોપીઓ પૈકી એક ઉભો થઈ ગયો હતો અને સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં.. તેમ કહેવા લાગ્યો હતો. ત્યારે હાજર રહેલા વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતા.
ભાયલી ખાતે ચકચારી સોળ વર્ષિય સગીરા પર ગુજારાયેલા ગેંગરેપ ના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ છે 48 કલાકમાં જ ઝડપી પાડ્યા હતા. આજે મંગળવારના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ તેઓની ઓળખ પર એ કરાવતા સગીરાએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ત્યારે ડી વાય એસ પી બીએ ચાવડા ના સુપરવિઝન હેઠળ બનેલી એસ આઈ ટી ની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓળખ પરેડ બાદ આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે પાંચેય આરોપી મુન્ના બનજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા અને શાહરૂખ બનજારા બાઇક પર નિકળી ગયેલા તેમના સાગરીત સૈફઅલી અને અજમલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેવા સગીરાને પિખી નાખનાર દુષ્કર્મીઓને પોલીસ વાનમાં દિવાળીપુરા કોર્ટમાં લાવ્યા હતા ત્યારે વકીલોએ ભારે રોષ વ્યક્ત આરોપીઓ સામે કર્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપીઓનો ટપલી દાવ પણ ત્યાં થયો હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન પાંચ પૈકી એક આરોપી ઊભો થઈ ગયો હતો અને જેલ ભેજ દો પોલીસ બહુત મારતી હૈ તેમ કહેવા લાગ્યો હતો. ત્યારે વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હોવાનું એડવોકેટ ભાવિન વ્યાસે જણાવ્યું હતું. પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા 10 ઓક્ટોબર સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.