Vadodara

વડોદરામાં હવે મોડીફાઇડ સાઇલેન્સરવાળા બુલેટ અને બાઈક ચાલકોની ખેર નથી…

ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોટા સાઇલેન્સરવાળા 7 બુલેટ ડીટેઇન કર્યા..


નવરાત્રી દરમ્યાન રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર બુલેટ ચાલકો વિરુધ્ધ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં 7 જેટલા બુલેટ ચાલકોને ઝડપી પાડી વાહનો ડીટેઇન કરી તેમના વિરુદ્ધ એમ.વી.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. આગામી દિવસોમાં પણ અવાજ પ્રદૂષણ ફેલાવતા આવા મોડીફાઇડ સાઇલેન્સરવાળા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સૂચનાના આધારે શહેરનાં વિવિધ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન રાત્રીના સમયે પેટ્રોલિંગ, વાહન ચેકીંગ હાથ ધરવા સાથે ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના કેસો કરવા તથા મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ તેમજ બાઈક ચાલકો દ્વારા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર ચાલકો વિરુધ્ધ ટ્રાફિક પોલીસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે 7 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે વાહન ચેકીંગ દરમ્યાન મોડીફાઈડ સાયલન્સરવાળા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 7 બુલેટ ચાલકોને ઝડપી પાડયા હતા. ઉપરાંત તેમના વાહનો ડીટેઈન કરી તેમના વિરુદ્ધ એમ.વી.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે હાલમાં ચાલી રહેલી ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ તથા મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ, બાઈક ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top