ભાજપના સ્થાનિક નેતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં
પાદરાના યુવાનોને યુનાઈટેડ વેમાં પ્રવેશબંધી સામે અહીંના યુવાનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અહીંના ધારાસભ્ય સહિતના નેતાઓએ આ અન્યાય સામે મોઢું સીવી લીધું છે, જયારે માજી ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે યુનાઈટેડ વે સામે કેસ કરવાની તૈયારી દર્શાવી છે.
યુનાઈટેડ વે એ પાદરાના ખેલૈયાઓને પ્રવેશ નહિ આપી પાકિસ્તાન જેવો વ્યવહાર કર્યો હતો. ખાસ કરીને પાદરાથી જ્યારે બારસો લોકો યુનાઇટેડ વે માં દર વર્ષે રમવા જતા હોય ત્યારે આ વખતે પાદરાના ખેલૈયાઓને યુનાઇટેડ વેના પાસ ઇસ્યુ ના કરવાની જાહેરાત કરી હતી . આજે ગુજરાત મિત્ર થકી પાદરાના નેતાઓને ભાજપના હોય કે કોંગ્રેસ ના હોય આ તમામને ટેલીફોનિક વાતથી આ ઘટના બાબતે પૂછવામાં આવ્યું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ વાતની મને કોઈ જાણ છે નહીં મારી પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી. જેથી આની અંદર હું કઈ કશું કરી શકું કે બોલી શકું એમ નથી.
પાદરાના ખેલૈયાઓને યુનાઇટેડ વે માં નો એન્ટ્રી બાબતે પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દીનું મામાં જોડે ટેલીફોનિક વાત કરી એમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો હતો તેઓએ જણાવ્યું હતું યુનાઇટેડ વે ના સંચાલકોએ પાસ ના આપવા કે આપવા એ એમની મનની મરજી છે. એમાં હું કઈ કશું કહી શકું એમ નથી. પણ પાદરાના ખેલૈયાઓ એ જ જ્યાં અપમાન થતું હોય ત્યાં ના જવું જોઈએ.
કોંગ્રેસના મોટા નેતા અને માજી ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર ને જ્યારે પાદરાના ખેલૈયાઓને યુનાઇટેડ વીમા પ્રવેશ નહીં આપવામાં આવે એ બાબતે પૂછતા એમણે જણાવ્યું હતું કે આ સદંતર ખોટું છે. વડોદરા અને પાદરા એક જ છે. વર્ષોથી પાદરા થી હજારો રૂપિયાના પાસ લઈ ખેલૈયાઓ યુનાઇટેડ વેમાં જતા હોય ત્યારે આ રીતનો યુનાઇટેડ વેનો નિર્ણય અયોગ્ય છે અને ચલાવી લેવાય નહીં. ખેલૈયાઓ સાથે અન્યાય થયો છે અને મારી જાણ મુજબ હજુ કેટલાય ખેલૈયાઓના રૂપિયા રિફંડ કર્યા નથી. છોકરા અને છોકરીઓ થઈ લાખો રૂપિયાનો બિઝનેસ પાદરા જ કરીને આપે છે અને પાદરાના છોકરાઓ સાથે અન્યાય થાય એ સાંખી લેવાય એમ નથી. આવનારા સમયમાં અચૂક મોટા પગલાં લઈ યુનાઈટેડ વેના સંચાલકો સામે કેસ કરવાનો પણ અમે વિચાર કરી રહ્યા છીએ. પૈસા પહેલા લઈ લીધા પછી રિફંડ પણ ન થાય તે ખોટું છે. તમે બિઝનેસ જ કરો છો. છોકરાઓએ અહીંના પાસ લઈ લીધા હોવાથી બીજે પણ રમવા જઈ શક્યા નથી. આ વર્ષે તો પૂરની સ્થિતિમાં યુનાઈટેડ વે એ કરોડોનો નફો કરવાને બદલે દીકરીઓને મફત પ્રવેશ આપવો જોઈતો હતો. પણ આ લોકોને માત્ર નફો કમાવામાં જ રસ છે.
યુનાઈટેડ વેએ પાદરાના યુવાનો સાથે કરેલા અન્યાય બાબતે અમે લડી લેવા તૈયાર: જસપાલ સિંહ પઢિયાર
By
Posted on