Vadodara

ભાયલી સામૂહિક ચકચારી દુષ્કર્મ કેસના આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા….



વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે અને તે ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે.
ભાયલી વિસ્તારમાં પોતાના બોયફ્રેન્ડ સાથે બેઠેલી ૧૬ વર્ષીય સગીરા ઉપર ગેંગ રેપ ગુજારનાર પાંચ પરપ્રાંતીય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને હાલમાં પૂછપરછ માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી મેડિકલ માટે એસએસજી લઈ જવાય હતા.
વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય 16 વર્ષીય સગીરા તેના મિત્રને ગત પાંચ ઓક્ટોબર ના રોજ લક્ષ્મીપુરા વિસ્તારમાં મળવા ગઈ હતી. ત્યારથી બંને જણા ફરવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ રાત્રિના 11 થી 11:30 વાગ્યાના અરસામાં ભાઈલી થી થોડે આગળ સમ્યેલા રોડ પર એક સુમસામ જગ્યા પર બંને જણા બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન બે બાઈક પર પાંચ જેટલા શકશો તેમની પાસે રસી આવ્યા હતા. પહેલા બે શખ્સોએ સગીરા સાથે છેડતી કરી પરંતુ બોયફ્રેન્ડ એ તેમને પડકારતા તેઓ જતા રહ્યા હતા. ત્યારબાદ અન્ય બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ યુવકને પકડી રાખ્યો હતો અને વારાફરતી ત્રણેય જણાએ સગીરા પર બેરહેમી પૂર્વક દુષ્કર્મ ગુજરાર્યું હતું. ત્રણેવની હવસ સંતોષાઈ ગયા બાદ બંનેને ત્યાં જ છોડીને મોબાઈલ લઈને જતા રહ્યા હતા. મોડી રાતના યુવક સગીર અને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. જેથી સમગ્ર જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સીટી ક્રાઈમ બ્રાન્ચની વિવિધ દસ જેટલી ટીમો નરાધમોને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું હતું. બીજી તરફ ગૃહમંત્રી દ્વારા પણ આરોપીય સામે કડકાયે પૂર્વક કાર્યવાહી કરી વહેલી તકે ઝડપી પાડવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. જેથી પોલીસે પરપ્રાંતિય સગીરા પર બળાત્કાર ગુજારનાર પાંચ આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચની ભદ્ર કચેરી ખાતે આવેલી ઓફિસમાં લઈ જઈને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ત્યાંથી મેડિકલ માટે એસ એસ જી હૉસ્પિટલ લઈ જવાયા હતા.

માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડયો..
ભાયલી પાસેની અવાવરી જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.

પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.

Most Popular

To Top