Vadodara

કાલાઘોડા પાસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રીને ધ્યાનમાં રાખીને અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાહન ચેકિંગ હાથ ધરાયું….

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવા ઘાટથી લોકો નારાજ

શહેરના ઘણાં વિસ્તારોમાં રાત્રે સ્ટ્રિટલાઇટો બંધ, અંધકારમાં કોઇ બનાવ બને તો જવાબદાર કોણ?

હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા કાલાઘોડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફોરવીલર ગાડીઓ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોય તેવી ગાડીઓને રોકી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી સાથે આ બ્લેક ફિલ્મ ગાડી ઉપર લગાવી હોય તો અંદર બેઠેલા વ્યક્તિઓ શું કરી રહ્યા છે અથવા કોણ બેઠું છે તે દેખાતું નથી જેને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ગાડીઓના યોગ્ય પેપર ન હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી ભાયલી વિસ્તારમાં બનેલા આ કૃત્યમા 5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્‍મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ સતર્ક થરા ગતરોજ સાંજના સમયે કાલા ધોડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવા ઘાટ જેવી કાર્યવાહીથી લોકો નારાજ, શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમિયાન સ્ટ્રિટલાઇટો બંધ હોય છે શહેરના નિલાંબર ચારરસ્તા થી તાંદલજાના પાછળના રોડથી સનફાર્મા રોડ તરફ જવાના માર્ગે જ્યાં હાલ સનફાર્મા રોડપર વાઇબ્રન્ટ નવરાત્રીગરબા, અન્ય એક મોટો ગરબા થઇ રહ્યાં છે ત્યાં અવરજવર કરવા કેટલીક સ્ટ્રિટલાઇટો બંધ હોવાથી યુવતીઓ મહિલાઓ ડરે છે કારણ કે એક તો છેવાડા વિસ્તાર, અંધકાર થી લોકો ડરી રહ્યાં છે આ જ રીતે શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રિટલાઇટો બંધ હોય સત્વરે ચાલુ કરવા લોકોએ માગ કરી છે.

Most Popular

To Top