Charotar

આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે 

પંજાબી ધર્મશાળા પાસેથી શોભાયાત્રાનુ પ્રસ્થાન થયા બાદ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે 

(પ્રતિનિધિ) આણંદ તા 5

આણંદમાં રાવણ દહનનો કાર્યક્રમ લઈને પંજાબી-અરોરા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. દર વર્ષે પંજાબી-અરોરા સમાજદ્વારા દશેરાના દિવસે પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા યોજીને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે વ્યાયામશાળા મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું હોવાથી સ્થળ ફેરફાર કરીને  લાંભવેલ ખાતે આવેલ જયજલારામ સ્કુલની સામેના મેદાન ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાનાર છે.

પંજાબી-અરોરા સમાજના પ્રમુખ રાકેશભાઈ પંજાબી ઉર્ફે રક્કી અને સેક્રેટરી મહેન્દ્રભાઇ પંજાબી ઉર્ફે બબલુભાઈએ માહિતી આપતાં જણાવ્યું હતુ કે, 12મી ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે લક્ષ્મી ટોકિઝની પાછળ આવેલી પંજાબી સમાજની ધર્મશાળાએથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં રામ-લક્ષ્મણ, હનુમાનજી, સુગ્રીવ, સહિતની વેશભુષા ધારણ કરેલા પંજાબી સમાજના કાર્યકરો, બાળકો શોભાયાત્રાનું આકર્ષણ બનશે, શોભાયાત્રા લક્ષ્મી ચા૨ રસ્તાથી, ગોપાલ ચાર રસ્તા,નવા રામજી મંદિર ખાતે પહોંચશે. જ્યાં આરતીનો કાર્યક્રમ યોજાશે. ત્યાંથી ગામડીવડ,ટાવર બજાર, લોટીયા ભાગોળ થઈને પેટ્રોલપંપ પાસે પહોંચશે. ત્યાંથી શોભાયાત્રામાં જોડાયેલા મહાનુભાવો અને સમાજના લોકો બસો દ્વારા લાંભવેલ મેદાન ખાતે પહોંચશે.  જ્યાં પરંપરાગત રીતે રાવણનું દહન કરવામાં આવનાર છે.  શોભાયાત્રામાં પંજાબી-અરોરા સમાજના લોકો રાસ-દાંડીયાની રમઝટ બોલાવશે. 

વિદ્યાનગર જીઆઈડીસી ખાતે નિર્માણ થયેલ રાવણના પૂતળાને લાંભવેલના ખુલ્લા મેદાનમાં લવાશે 

આ વર્ષે પ૦ ફુટ જેટલો ઉંચો રાવણ આણંદ નજીક આવેલી વિધાનગર જીઆઈડીસીમાં બનાવવામાં આવી રહ્યો છે. આઠમના દિવસ સુધી રાવણ તૈયાર થઈ ગયા બાદ લાંભવેલ ગામના મેદાને લઈ જવામાં આવશે.  શોભાયાત્રા દરમ્યાન શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે.

Most Popular

To Top