પાદરાના યુવાનોને યુનાઈટેડ વેમાં ગરબા રમવા પર પ્રવેશબંધી
વડોદરાના યુનાઇટેડ વે ગરબા દર વર્ષે વિવાદ વગર શરૂ થતા નથી અને વિવાદ વગર અંત આવતો નથી ત્યારે વડોદરાના પાદરાના ગરબા રસિકો, ખેલૈયાઓ જોડે યુનાઇટેડ વે સંચાલકોએ પાકિસ્તાનીઓ અથવા આંતકવાદીઓ હોય તેવો વ્યવહાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
નવરાત્રી શરૂ થતા પહેલા યુનાઇટેડ વેના પાસ માટે વડોદરા વાસી સાથે આસપાસના ગામોના લોકો ઓનલાઈન મોટી રકમ ભરી પાસ બુક કરાવતા હોય છે. ગરબાના ખેલૈયાઓ હજારો રૂપિયાના પાસ ખરીદી અતુલ પુરોહિતના સાત્વિક ગરબાનો આનંદ લેવા માટે યુનાઇટેડ વેમા જતા હોય છે. પાદરાથી લગભગ 1200 થી 1300 છોકરા -છોકરીઓ ઓનલાઈન યુનાઇટેડ વેના પાસ દર વર્ષે બુક કરાવતા હોય છે. ત્યારે આ વર્ષે યુનાઇટેડ વે પાદરા ના ખેલૈયાઓ અને રસિકો સાથે જાણે પાકિસ્તાની હોય તેવો ભેદભાવ અને અન્યાય કર્યો હોવાનું સામે આવ્યું છે.
યુનાઇટેડ વે ગરબા વર્ષોથી વિવાદમાં રહ્યું છે ત્યારે આ વર્ષે પણ પ્રથમ દિવસે લોકોએ કાદવ કીચડ અને અવ્યવસ્થાના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હજારો રૂપિયાના પાસ માટે ખર્ચ્યા પછી પણ ગરબા રસિકોને પૂરતી સુવિધા ન મળતા હોબાળો થયો હતો. ત્યારે યુનાઇટેડ વેના એક whatsapp ગ્રુપમાં સંયોજકો અને આયોજકોએ પાદરાના એક ગ્રુપ સાથેની ચેટ દરમિયાન પાદરાના ખેલૈયાઓ માટે ચાર શરતો રાખી હતી. તેમાની એક શરત પાદરા ના ખેલૈયાઓ માટે 1200 ની જગ્યાએ માત્ર 500 પાસ ઇસ્યુ કરવાનો ઉલ્લેખ થયો હતો . જેમાં અઢીસો છોકરાઓ માટે પાસ અને 250 છોકરીઓને પાસ આપવા ની ચર્ચા થઈ હતી.
યુનાઇટેડ વે માં આ વર્ષે પાદરાના લોકો ગરબા નહીં રહી શકે
Whatsapp પર એક મેસેજ વાયરલ થયો. જે મેસેજ ગુજરાત મિત્ર પાસે આવી ગયો. જેમાં એક લખાણ છે ને અમુક શરતો પાદરાના યુવાનો માટે રાખવામાં આવી છે.
પાદરામાંથી નવરાત્રી પહેલા પાસ ઓનલાઇન લેવાનું શરું કરવામાં આવે છે ત્યારે પાદરા માંથી લાખો રૂપિયાના પાસ લેવામાં આવ્યા હતા તે તમામને પૈસા રિફંડ મળશે કે રિફંડ આપવામાં આવ્યા છે. પરંતુ પાદરાના લોકોને ગરબા નહીં રમવા દેવાય એમ યુનાઇટેડ વે ના સંચાલકો દ્વારા આ ગ્રુપમાં જણાવવામાં આવ્યું હતું.
યુનાઇટેડ વે પાદરા કરીને એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. પાદરા ના જે લોકો ગરબા યુનાઈટેડ માં રમવા જાય છે એ તમામને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે .
આ ગ્રુપમાં એક મેસેજ છોડવામાં આવ્યો હતો. માં આરાધ્યનો પર્વ એટલે કે નવરાત્રિ એમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે તે સંદર્ભે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એવું આ લખવામાં આવ્યું છે યુનાઇટેડ વે ના આયોજકો સાથે સાથે નવરાત્રિના પ્રથમ દિવસ ત્રણ તારીખના રોજ સવારથી સાંજ સુધીમાં ત્રણ મિટિંગ થઈ છે. ત્રણ તારીખના રોજ ત્રણથી ચાર વખત મીટીંગ કરવામાં આવી છે અને એ મિટિંગમાં શું નિર્ણય આવ્યા છે તે પણ અમે તમને આગળ જણાવીએ છે .
આ મેસેજમાં લખવામાં આવ્યું છે આપણા પાદરામાં કોલ 1088 પાસ આપવાના હતા. જે પાસમાં 514 છોકરાઓને 567 છોકરીઓ હતી. જેમાં યુનાઇટેડ વે જણાવ્યું હતું કે અમે માત્ર 500 પાસ આપીશું. મોટા ગરબાનું ઘમંડ હોય એવું આમાં કંઈક દેખાઈ આવે છે.
યુનાઇટેડ વે એ ભૂલી ગયુ આ ગુજરાતનો જ એક ભાગ છે. પાદરા એ વડોદરાનું અંગ છે તો પાદરાના ખેલૈયાઓની એવી તો કઈ ભૂલ છે કે પાદરાના લોકોએ એવો કયો ગુનો કર્યો કે તમે એમને પાકિસ્તાની જેવો વ્યવહાર કરો છો .
યુનાઇટેડ વે ના આયોજકોએ ચાર શરતો મૂકી છે. યુનાઇટેડ વે ના આયોજકો સાથે પાદરાના આયોજકો અગ્રણીઓ સાથે વાતચીત કરતા ચાર શરત મૂકવામાં આવી છે .જેમાં પાદરાના મોટા અગ્રણીઓ નેતાઓ હાજર હતા.
યુનાઇટેડ વેના આયોજકો ગરબાના પાસ ના આપવાનું સૌથી મોટું કારણ એ છે કે પાદરાના લોકો યુનાઇટેડ વે માં અગાઉ જે ખોટું કરેલ છે તેના જ કારણે અમારે પાસ આપવા નથી.
યુનાઇટેડ વે પાદરા લોકોને પાસ આપવા માંગતું નથી. પાદરાના યુવાનોએ એવો કયો ગુનો કર્યો કે તમામ લોકોને અવગણવામાં આવ્યા? પાસ જોઈતા હોય તો 1200 માંથી માત્ર અમે 500 પાસ ફાળવવા તૈયાર છીએ આ હતી પહેલી શરત…હવે ફસાયા અગ્રણીઓ, 1200 લોકો માંથી, માત્ર 500 પાસ મળે તો કયા 600 લોકોને પાસ ન આપવા મોટો પ્રશ્ન થયો હતો.
બીજી શરત મૂકી છે પાદરા ના કોઈપણ બબાલ કરશે તેની જવાબદારી જે લોકો મીટીંગ કરવા આવ્યા છે તેમની રહેશે.આના પરથી એક પ્રશ્ન થાય છે પાદરાના લોકો શું પાકિસ્તાની લાગે છે શું પાકિસ્તાન જોડે એમને સરખાવવામાં આવે છે કે આ લોકો આવીને હિન્દુઓ નો તહેવાર બગાડશે?
ત્રીજી શરત એવી છે કે આ 500 માંથી 250 છોકરાઓ 250 છોકરીઓ પાસ આપવામાં આવશે અને 500 પાસ જે પાદરાને ફાળવવામાં આવશે એ ત્રીજા નોરતા પછી પાસ મળશે.
એનો મતલબ શરતો સાથે પાસ લેવાના એ પણ ત્રણ નવરાત્રી નહીં રમવાના ત્રીજા નવરાત્રી પછી પાસ આપવાના તો આ કેવો પાદરાના લોકો જોડે વ્યવહાર?
યુનાઇટેડ વે ના સંચાલકો અને ટ્રસ્ટી જે કોઈને ગાઠતા નથી .આના પહેલા પણ યુનાઇટેડ વે પર કેસ થયેલા છે. આજ તક સુધી એનો કેશ ચાલે છે ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ તેઓની ફરિયાદ ગઈ છે તે છતાં કરોડો રૂપિયા લઇ શું ધંધા કરે છે યુનાઇટેડ વે ના સંચાલકો એ કોઈને જાણ નથી .
હજારો રૂપિયાના પાસ લઈ લાખો કમાઈ કોઈ હિસાબ આપવાનો નથી.
આસપાસની સોસાયટીના લોકોએ પોતાના વાહનો અન્યત્ર પાર્ક કરવા પડે છે
બીજી તરફ જે લોકોએ હજારો રૂપિયા ખર્ચીને પાસ લીધા છે એ લોકોને પ્રાથમિક સુવિધા પણ અપાઈ નથી. પહેલા ત્રણ દિવસ તો કાદવ કિચડમાં રમવા ખેલૈયાઓ મજબૂર બન્યા. ત્યાર પછી પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાના કારણે પણ બબાલો થઈ. આસપાસની સોસાયટીના લોકો આયોજકોના આયોજન પર ખૂબ રોષે ભરાયેલા છે. કારણ કે પોતાના જ ઘરે જવા માટે રસ્તો નથી મળતો. એક તો ટ્રાફિક હોય. કલાલી અકોટા થઈને તમામ લોકો આ યુનાઇટેડ વે ના ગરબાથી તોબા પોકારી ગયા છે .પાર્કિંગની સમસ્યાથી એવી પરિસ્થિતિ છે સ્થાનિક લોકોએ પોતાના વાહનો પણ બહાર રોડ ઉપર પાર્ક કરવા પડે છે . સોસાયટીના લોકો જ બહાર પાર્ક કરીને આવે છે . તેઓને ડર રહે છે અમારી ગાડી ચોરી ન જાય. ગાડીને નુકસાન થઈ જવાની ચિંતા રહે છે. યુનાઇટેડ વેના સંચાલકોની આયોજકોની બેદરકારીના કારણે હજારો રૂપિયા ખર્ચીને લીધેલા પાસ ખેલૈયાઓ અને પ્રજાને તકલીફ પહોંચાડે છે જ્યારે સુવિધા નો અભાવ છે તો પાલિકાએ કેવી રીતે લાઇસન્સ અને એનઓસી આપ્યું એ હજુ સુધી સમજાતું નથી. પાલિકાના સત્તાધીશો અધિકારીઓ યુનાઇટેડ વે ના સંચાલકો ટ્રસ્ટીઓ પાસે ઝૂકી થઈ ગયા છે એવો પણ એક સવાલ છે.