Vadodara

વડોદરા:વાઇબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા..

સંસ્કારનગરી વડોદરામાં ગરવી ગુજરાતની અનોખી સોડમ પ્રસરાવતા “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” ગરબાના પ્રથમ નોરતે માનવ મહેરામણ…

વડોદરાના ખેલૈયાઓ માટે માઁ શક્તિ ની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બી.આર.જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” નું આયોજન કરવામાં આવ્યું છે. “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” સામાજિક મૂલ્યો જેવાકે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ ના ઉદ્દેશ ને સાર્થક કરવા માટે પ્રેરકબળ પૂરું પાડશે. “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી”માં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ જામ્યો હતો. “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” દ્વારા UNESCO માં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓ ની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે. જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન ને પણ વેગ મળશે.

આજે નવરાત્રી ના પ્રથમ નોરતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી માં માનવ મહેરામણ ઉમટ્યું હતું. માં અંબે ના આશીર્વાદ સાથે હજારો ખેલૈયાઓ કૈરવી બુચ ના સુર તાલે ગરબા રમતા નજરે પડ્યા હતા. સાથે ગંગા આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું 70 થી વધુ સી.સી. ટીવી કેમેરાની સુરક્ષા વચ્ચે દરેક વય ના ખેલૈયાઓએ મન મૂકી ને પ્રથમ નોરતે માં અંબે ની આરાધના કરી હતી. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવેલ છે. પારંપરિક ગ્રાઉન્ડ શણગાર સાથે પ્રથમ નોરતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો.

“વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” માં પ્રથમ નોરતે માં શક્તિ ની આરતી માટે ઇસ્કોન મંદિર ના મહંત નિત્યાનંદ સ્વામીજી, અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, પૂર્વ સાંસદ જયા બેન ઠક્કર હાજર રહ્યા….

Most Popular

To Top