Vadodara

આજે આસો સુદ શારદીય નવરાત્રીના પ્રારંભે માંઇભક્તોએ કારેલીબાગ સ્થિત પૌરાણિક બહુચરાજી માતાના દર્શન પૂજન કર્યા…

આજથી આસો સુદ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.શહેરના વિવિધ માંઇ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોએ શ્રદ્ધા ભક્તિ સાથે માતાજીના દર્શન પૂજન કરી રહ્યાં છે.સવારે 6:23 થી ઘટસ્થાપન મુહૂર્ત હોય માતાજીના ઘટસ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માંઇભક્તોએ વહેલી સવારથી પૂજન, દર્શન કર્યા હતા.

અહીં માતાજીના ત્રણ સ્વરૂપો જેમાં બાળાઅવતાર સ્વરૂપે માતા બહુચરાજી, યૌવન સ્વરૂપે માતા અંબાજી તથા પ્રોઢ સ્વરૂપે માતા મહાકાળીની પૂજા કરવામાં આવે છે અહીં માતા બહુચર સૌ માંઇભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મંદિર પ્રશાસન દ્વારા શ્રધ્ધાળુઓ ને દર્શન માટે કોઇ અગવડ ન પડે તે માટે મંદિરના પ્રવેશદ્વાર થી મંદિર સુધી રેલીંગની સુવિધા કરવામાં આવી છે જેથી ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારોમા દર્શન પૂજન કરી શકે તથા ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ,પીવાના સાથે સાથે મંદિર પરિક્રમા સ્થળે વરસાદી પાણીના નિકાલ સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજે વહેલી સવારથી માંઇભક્તોએ મંદિર બહાર થી ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ, પ્રસાદી વિગેરે ખરીદી માતા બહુચરની પૂજા તથા દર્શન કર્યા હતા.માંઇ ભક્તો માટે મંદિરમાં સવારે 6 થી રાતના 10 સુધી દર્શન ખુલ્લા રહેશે

Most Popular

To Top