Vadodara

અમદાવાદમાં એસબીઆઇ સાથે કરોડોની ઠગાઇના કેસમાં બ્રાન્ચ મેનેજર સહિત બેને 10 વર્ષની કેદ

વર્ષ 1998માં નોંધાયેલી ઠગાઇના કેસનું 26 વર્ષ બાદ  જજમેન્ટ આવ્યું, બંને આરોપીઓને રૂ. 6.40 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો

પ્રતિનિધિ વડોદરા તા.2

ગુજરાત ગ્લાસ કંપનીના ભાગીદાર તથા અમદાવાદની અટલાદરા એસબીઆઇના તત્કાલીન બ્રાન્ચ મેનેજરે બેન્ક સાથે રૂ. 5.99 કરોડની ઠગાઇ આચરી હતી. આ કેસમાં જેને સુનાવણી થતા કોર્ટે બંને આરોપીને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા તથા 6.40 કરોડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત ગ્લાસ કંપનીના ભાગીદાર પરેશ દવે તથા અમદાવાદના અટલાદરા એસબીઆઇ બ્રાન્ચના મેનેજર દીપક દવે દ્વારા કાવતરુ રચીને બેન્ક સાથે કરોડોની ઠગાઇ આચરવામાં આવી હતી. જેમાં 4 જુના 1998ના રોજ આરોપીઓ સામે રૂ.5.99 કરોડની ઠગાઇ ફરિયાદ સીબીઆઇ દ્વારા કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી અમદાવાદ કોર્ટના સિવિલ તથા સેસન્સ જજ ધર્મેન્દ્રસિંહ રણાની કોર્ટમાં ચાલી જતાં જેમાં વકીલો દ્વારા દલીલો કરાઇ હતી. જેમાં જજ દ્વારા આરોપી દિપક એલ દવે તથા પરેશ દવે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1995-96ના સમયગાળા દરમિયાન એસબીઆઈ અટલાદરા બ્રાંચના બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતી વખતે આરોપીએ મેસર્સ તરફથી કાર્યકારી મૂડી મર્યાદા માટેની વિનંતી સ્વીકારી હતી. ગુજરાત ગ્લાસ કંપની અને ગુજરાત ગ્રાફિક એન્ડ મિરર્સ બરોડા અને આવી મર્યાદાઓને મંજૂરી આપી હતી. બ્રાન્ચ મેનેજર અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું અને મૂલ્યવાન સિક્યોરિટીઝના બનાવટી ડોક્યુમેન્ટસ કરાવ્યા હતા. ત્યારબાદ બનાવટી દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કર્યો હતો. જાહેર સેવક તરીકેના તેમના સત્તાવાર પદનો પણ દુરુપયોગ કર્યો હતો. બંને આરોપીઓએ કથિત રીતે એસબીઆઇ બેન્ક સાથે લગભગ રૂ.5.99 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેની 29 નવેમ્બ 2000 ના રોજ કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને આરોપીઓ સહિત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે ઠગાઇના કેસનું 30 સપ્ટેમ્બરના રોજ જજમેન્ટ આવ્યું હતું જેમાં જજે બંને આરોપીઓને કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને બંનેને 10 વર્ષની સજા સાથે રૂ.6.40 કરોડોનો દંડ ફટકાર્યો છે.

Most Popular

To Top