Business

આજે ભાદરવા વદ અમાસ નિમિત્તે કરનાળી ખાતે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા…

આજે વિક્રમ સંવત 2080 ને ભાદરવા વદ અમાસ સાથે જ બુધવાર અને સર્વપિતૃ અમાસ નો સુવર્ણ યોગ હોય વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિર ખાતે શ્રધ્ધાળુઓ નું ઘોડાપૂર ઉમટ્યુ હતું. અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એ પવિત્ર નદીમાં સ્નાન કર્યા હતા તથા સર્વપિતૃ મોક્ષની કામના સાથે આજે કુબેરભંડારી દાદાના દર્શન કર્યા હતા.

ગત મોડીરાતથી જ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. ગુજરાતનું સુપ્રસિદ્ધ કુબેરભંડારી દાદાનું એકમાત્ર પૌરાણિક મંદિર કરનાળી ખાતે હોય લોકોની વિશેષ આસ્થા પણ જોડાયેલી છે. અહીં અમાસ ભરવા માટે ભક્તો દૂરદૂરથી આવે છે. ગત રાતથી આજે રાતના 10 સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.શ્રધ્ધાળુઓ માટે અહીં ભોજનપ્રસાદીની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ લાભ લે છે.આજે ખાસ કરીને બુધવારી અમાસ, સર્વપિતૃ અમાસ અને છેલ્લું શ્રાદ્ધ પણ હોય અહીં ખૂબ મહત્વ હોય છે જેથી ભક્તો લાખોની સંખ્યામાં અહીં આવ્યા હતા.

Most Popular

To Top