Vadodara

જ્યાં બેસી સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો ત્યાં જ નેતાઓ અને અધિકારીઓ કચરો ફેંકીને ગયા



માનસિકતા સ્વચ્છ થશે તો વડોદરા મહાનગર આપોઆપ સ્વચ્છ થઈ જશે

સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ધજાગરા થતા હોય તેવી સ્થિતિ, માત્ર ફોટો અભિયાન હોય તેવું તો નથી ને?



વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગોત્રી તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, મેયર પિન્કી સોની , ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત ઉચ્ચ અધિકારી અને હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાણી પીવા માટેની પ્લાસ્ટિકની બોટલો, ચા પીવા માટેના કપ અને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. તમામ નેતાઓ અને અધિકારીઓએ કાર્યક્રમ પૂર્ણ થતાં ચાના કપ, પ્લાસ્ટિકની પાણીની બોટલો અને નાસ્તો કરેલી ડીશો પોતાની ખુરશીની બાજુમાં મૂકી કાર્યક્રમ પૂરો થતા જતા રહ્યા હતા. જે જગ્યાએ આ કાર્યક્રમ થયો હતો ત્યાં જે મંડપ બંધાયો હતો બરાબર તેની બાજુમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. કાર્યક્રમ શરૂ થતા પહેલા સ્વચ્છતા બાબતની વાર્તા વાગોળી સ્વચ્છતા અભિયાન કરતા માનસિકતા જો સ્વચ્છ થઈ જાય તો નગર આપોઆપ સ્વચ્છ થઈ જશે એવું જણાવી આવનારા દિવસોમાં સ્વચ્છતા માટે શું કરવામાં આવશે તેની માહિતી પણ આપવામાં આવી હતી.



આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ કરાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં પાલિકા કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના આ કાર્યક્રમમાં જે સ્થળેથી સ્વચ્છતા અભિયાન માટે મહાનુભાવો ઉપસ્થિત હતા બરાબર એ જ કાર્યક્રમની બાજુમાં ગંદકીનો ભંડાર જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ પછી જે જગ્યાએ કાર્યક્રમ હતો એ જ જગ્યાએ પ્લાસ્ટિકની પાણીની ખાલી બોટલો, ચા ના ખાલી પડેલા પ્યાલાઓ અને નાસ્તાની ડીસો રસ્તા પર પડેલી જોવા મળી હતી. તેથી એમ દેખાઈ આવે છે સ્વચ્છતા અભિયાન માત્ર ફોટોસેશન જ હતું. જો હકીકતમાં સ્વચ્છતા પ્રત્યે પાલિકા lના અધિકારીઓ અને સતાધીશો રસ લીધો હોત તો આજે આખું વડોદરા સ્વચ્છ હોત. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીમાં અંતમાં કચરો શ્રોતાઓને લઈ જવાનું જણાવી અભિયાનનું પ્રથમ પગથિયું બતાવતા હોય ત્યારે કાર્યક્રમના અંતમાં કચરો નાખીને અધિકારીઓને સત્તાધીશો ઊભા થઈને જતા રહે તે કેટલું યોગ્ય છે એ એક પ્રશ્ન થયો હતો.
હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ શરૂ છે અને વિવિધ જિલ્લામાં અધિકારીઓથી લઈ અનેક લોકો જોડાયા છે અભિયાન સાર્થક નિવડે તે માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે પરંતુ આ ઝુંબેશ હવે કેટલી વાર સાર્થક નિવારતો ના હોય તેવું લાગી રહ્યું છે અભિયાન માત્ર ફોટોગ્રાફ્સ માટે હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top